Tuesday, 7 April 2020

કોરોનાવાઈરસને લગતી ફેક પોસ્ટને લીધે ગ્રૂપ એડમિનની ધરપકડના ન્યૂઝ ખોટા છે, સરકારે આવો કોઈ આદેશ કર્યો નથી

છેલ્લા થોડા દિવસથી સંખ્યાબંધ વ્હોટ્સએપ ગ્રૂપ્સમાં એક મેસેજ વાઈરલ થયો છે, જેમાં લખ્યું છે કે, ‘સાવધાન. દાદર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અત્યારે 52 વ્હોટ્સએપ ગ્રૂપ એડમિનની તેમના વ્હોટ્સએપ ગ્રૂપમાં કોરોનાને લગતા ફેક ન્યૂઝ હોવા બદલ અટકાયત કરાઈ છે. આ દરેક ગ્રૂપ એડમિન પર કેસ દાખલ થયો છે. આ કેસમાં જામીન મળી શકે છે, પરંતુ તે ગુનો પુરવાર થાય તો એકથી પાંચ વર્ષની સજા થઈ શકે છે. એડમિને તે મેસેજ વાંચ્યો નહોતો કે તેની સત્યતા ચકાસવાનો સમય નહોતો તેવી કોઈ દલીલ ચલાવી લેવામાં નહીં આવે. તેથી 2 દિવસ સુધી ગ્રૂપ એડમિને ગ્રૂપ ક્લોઝ કરવું નહીં તો તેમના પર 68,140 અને 188 સેક્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.’

આ ફોરવર્ડેડ મેસેજના બીજા પેરેગ્રાફમાં લખેલું છે કે, ‘તમામ ગ્રૂપ મેમ્બર્સને જાણ થાય કે કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાવાઇરસને લગતી કોઈપણ પોસ્ટને દંડનીય અપરાધ તરીકે જાહેર કરવામાં આવી છે. માત્ર સરકારી સંસ્થા જ કોરોના વિશે પોસ્ટ કરી શકશે. કોરોના વિશેની ખોટી પોસ્ટ કે ખોટા મેસેજ બદલ આઈટી એક્ટ અંતર્ગત તમામ ગ્રૂપ મેમ્બર્સ અને ગ્રૂપ એડમિન પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ વાત ધ્યાનમાં રાખશો અને સલામત રહો!’ આ મેસેજને ‘રવિ નાયક, પ્રિન્સિપાલ સેક્રેટરી, કેન્દ્રિય ગૃહ મંત્રાલય’ના નામે વહેતી કરાઈ છે.

ઘણાં વ્હોટ્સએપ ગ્રૂપ્સમાં આ મેસેજની સાથે LiveLaw નામની કાયદાને લગતી બાબતો કવર કરતી વેબસાઈટની ટ્વીટની લિંક પણ ફરી રહી છે. જ્યારે અમુક ગ્રૂપ્સમાં આ જ માહિતી સુપ્રીમ કોર્ટની તસવીર સાથે પણ ફરી રહી છે.

ફેક્ટ:

હકીકત એ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા કે કેન્દ્ર સરકાર દ્વારા આવા કોઈ પણ પ્રકારનો ઓર્ડર રીલિઝ કરવામાં આવ્યો નથી. Livelawએ પણ આ વાઈરલ મેસેજના દાવાનું ખંડન કર્યું છે. એટલું જ નહીં, ગૃહ મંત્રાલયની વેબસાઈટ પર રવિ નાયક નામની કોઈ વ્યક્તિનું લિસ્ટિંગ જ નથી. સરકારી સમાચાર સંસ્થા પ્રેસ ઈન્ફર્મેશન બ્યૂરો (PIB) દ્વારા પણ આ મેસેજ ફેક હોવાની વાત કહેવામાં આવી છે.

કોરોનાને લગતા કે અન્ય કોઈ ફેક ન્યૂઝ ફેલાતા રોકવા માટે PIBએ એક કેમ્પેઈન પણ શરૂ કર્યું છે. જેમાં કોઈ પણ વેબસાઈટની URL વ્હોટ્સએપ નંબર +91 8799711259 અનેpibfactcheck@gamail.comપર યુઝર્સે સેન્ડ કરવાના રહેશે. ત્યારબાદ PIB તેની તપાસ કરી તે પોસ્ટ કે મેસેજ સાચો છે કે ખોટો તેની ચકાસણી કરીને તેની પોસ્ટ સોશિયલ મીડિયા પર પ્રકાશિત કરશે.

કોરોના વાઈરસને લગતા ફેક ન્યૂઝ ફેલાતા રોકવા માટે વ્હોટ્સએપ દ્વારા પણ અભૂતપૂર્વ પગલું ભરવામાં આવ્યું છે. તેણે વ્હોટ્સએપનો કોઈ મેસેજ એક સમયે એક જ વ્યક્તિને ફોરવર્ડ કરી શકાશે તેવી જાહેરાત કરી છે. આ પરિવર્તન પણ તાત્કાલિક અસરથી લાગુ કરવાની વાત પણ વ્હોટ્સએપે પોતાના સત્તાવાર બ્લોગમાં કહી છે. અગાઉ વ્હોટ્સએપે ફોરવર્ડેડ મેસેજ દ્વારા ફેલાતા ફેકન્યૂઝનાં દૂષણને ડામવા માટે એક મેસેજ એકસાથે પાંચ જ વ્યક્તિને ફોરવર્ડ કરી શકાય તેવો ફેરફાર કર્યો હતો. જ્યારે હવે તેને પણ ઘટાડીને એક સમયે એક જ વ્યક્તિની મર્યાદા બાંધી દેવામાં આવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
News of group admin's arrest due to coronavirus fake post is false, no such order has been issued by the government
વાઈરલ થઈ રહેલો મેસેજ


from Divya Bhaskar https://ift.tt/2Vc5xWX

No comments:

Post a Comment