કોરોનાવાઈરસના કારણે વિવિધ કામ માટે ટેક્નોલોજી અને અનેક પ્રકારના રોબોટ્સને ઉપયોગ વધ્યો છે. દુનિયાભરની ટેક કંપનીઓ અને સ્ટાર્ટઅપ કોરોના સામેની લડાઈમાં પોત-પોતાની રીતે યોગદાન આપવાનો પ્રયાસ કરી રહી છે. ચેપથી બચાવવા, તેને ફેલાતો અટકાવવા અને દર્દીઓ, ડોક્ટરોની સુવિધાઓ વધારવા માટે આ અસંખ્ય ગેઝેટ્સનું નિર્માણ થઈ રહ્યું છે. તેના માટે થ્રીડી પ્રિન્ટિંગ અને AI જેવી ટેકનીકનો ઉપયોગ થઈ રહ્યો છે. તેમાંથી કેટલાક ગેઝેટ્સ એવા પણ છે, જે ભવિષ્યમાં પણ બીમારીઓ અને મહામારીથી બચવામાં મદદરૂપ બનશે. કોરોનાઓવન અને બ્રેસલેટ સહિતના 8 ઈનોવેશન્સ કોરોનાવાઈરસનો નાશ કરવામાં રોજિંદા કામમાં ઉપયોગીનું લિસ્ટ આ મુજબ છે:
1. કોરોનાઓવન: સપાટી ડિસઈન્ફેક્ટ કરી શકે છે
કેવી રીતે કામ કરે છે: બેંગલુરુની ‘લોગ 9 મટીરિયલ્સ’એ કોરોનાઓવન નામની પ્રોડક્ટ બનાવી છે, જે વિવિધ સપાટી પર રહેલા બેક્ટેરિયા અને વાઈરસને મારી શકે છે. તેના માટે તે અલ્ટ્રાવાયોલેટ સી-લાઈટનો ઉપયોગ કરે છે. તેની ડિઝાઈન એક ચેમ્બર જેવી છે, જેમાં સામાન મૂકીને તેને સેનેટાઈઝ કરી શકાય છે. કંપનીનો દાવો છે કે, તેમાં વાઈરસ 10 મિનિટમાં નાશ પામે છે. ચેમ્બર જુદી-જુદી સાઈઝમાં ઉપલબ્ધ છે. અત્યારે તેની પેટન્ટ પેન્ડિંગ છે.
2. દરવાજા માટે ‘હાઈજીન હૂક’: હાથ લગાવ્યા વગર દરવાજો ખોલી શકશો
કેવી રીતે કામ કરે છે: લંડનની ડીડીબી કંપનીએ હાથ લગાવ્યા વગર દરવાજો ખોલવા માટે ‘હાઈજીન હૂક’ બનાવ્યું છે, જે એટલું નાનું છે કે સરળતાથી ખિસ્સામાં આવી જાય છે. આવું જ એક હૂક સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના નિષ્ણાતોએ પણ બનાવ્યું છે. તેનું નિર્માણ એવા મટિરિયલથી થાય છે, જેને સાફ કરવું સરળ છે અને વાઈરસ વધુ સમય સુધી ટકે નહીં.
3. એન્ટિ-બેક્ટેરિયલ ફેબ્રિક:આ કપડું વાઈરસથી બચાવશે
કેવી રીતે કામ કરે છે: ઈઝરાયલની સ્ટાર્ટઅપ સોનોવઆએ એવું કપડું બનાવ્યું છે, જે રોગાણુ, બેક્ટેરિયા અને વાઈરસથી બચાવી શકે છે. તે કોરોના સામે પણ અસરકારક છે. આથી કંપની આ કાપડથી બનેલા 1.20 લાખ માસ્ક વહેંચી રહી છે. આ કાપડથી ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓનાં કપડાં પણ બનાવી શકાય છે. કાપડમાં ઝિંક ઓક્સાઈડ જેવા મેટલ ઓક્સાઈડ નેનોપાર્ટિકલ્સનો ઉપયોગ કરાયો છે. કંપનીનો દાવો છે કે, કાપડ લાંબા સમય સુધી ટકી રહેશે અને 100 વખત ધોઈ શકાય છે.
4.વાઈરસ મારનારો માસ્ક: વાઈરસને રોકવા સાથે મારે પણ છે
કેવી રીતે કામ કરે છે: સામાન્ય રીતે માસ્ક વાઈરસને મોઢા અને નાક દ્વારા શરીરમાં પ્રવેશતાં અટકાવે છે, પરંતુ તે બહારની સપાટી પર ટકી રહી શકે છે. તેના સમાધાન માટે લંડનની કંપની વાઈરસ્ટેટિકે એવું માસ્ક બનાવ્યું છે, જે વાઈરસને અંદર જતા રોકવા સાથે તેને મારે પણ છે. તેના પર કરાયેલું એન્ટિવાઈરલ કોટિંગ 96 ટકા વાઈરસને મારી શકે છે.
5. ડ્રૂમ કોરોના શીલ્ડ: ગાડીઓ પર વાઈરસ ટકવા દેતું નથી
કેવી રીતે કામ કરે છે: ભારતીય સ્ટાર્ટઅપ ડ્રૂમે ગાડીઓ માટે ‘કોરોના શીલ્ડ’ નામની સર્વિસ લોન્ચ કરી છે. જેના અંતર્ગત એવું એન્ટિ-માઈક્રોબિઅલ કોટિંગ કરવામાં આવે છે, જેનાથી ગાડીની સપાટી પર બેક્ટેરિયા, એલગી વગેરે ટકી શકતા નથી. તેમાં માઈક્રોબ શીલ્ડ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે, જે કારને સેનેટાઈઝ કરે છે અને માઈક્રોઓર્ગેનિઝમને ઉછરતાં રોકે છે. કંપનીનો દાવો છે કે, એક વખત આ ટ્રીટમેન્ટ કરાવ્યા પછી 4 મહિના સુધી તેની અસર રહી શકે છે. કંપની અત્યારે ગુરૂગ્રામમાં પોલીસની ગાડીઓ પર તેનો ઉપયોગ કરી રહી છે.
6. ફિટ્ઝ પ્રોટેક્ટ કસ્ટમ ગ્લાસિસ: આંખોને વાઈરસથી બચાવે છે
કેવી રીતે બને છે: અમેરિકાની કંપની ફિટ્ઝ ફ્રેમ્સ થ્રીડી પ્રિન્ટિંગ દ્વારા બાળકોના ગ્લાસિસ બનાવે છે. હવે તેણે એવા પ્રોટેક્ટિવ ગ્લાસ બનાવ્યા છે, જે વાઈરસ ડ્રોપલેટ્સથી આંખોને સુરક્ષિત રાખે છે. તેને બનાવા માટે પહેલા એપની મદદથી યુઝરના ચહેરાનું માપ લે છે અને એવા ગ્લાસ બનાવાય છે, જે ચહેરા પર સંપૂર્ણપણે ચોંટેલા રહે છે. ખાસ કરીને ડોક્ટર્સ માટે ઉપયોગી છે.
7. સ્માર્ટ થર્મલ ઈમેજિંગ ગોગલ્સ: તાવ ધરવાતા લોકોની ઓળખ કરશે
કેવી રીતે કામ કરે છે: ચીનની સ્ટાર્ટઅપ રોકિડે એવા ચશ્મા બનાવ્યા છે, જે બે મિનિટમાં અસંખ્ય લોકોનું તાપમાન ચકાસી શકે છે. આ ચશ્મામાં થર્મલ ઈમેજિંગ કેમેરો છે. ડિવાઈસને જ્યારે વધેલા તાપમાનની માહિતી મળે છે ત્યારે તે એલર્ટ કરે છે. ચીનના અનેક શહેરોમાં સિક્યોરિટી ગાર્ડસ આ ચશ્માનો ઉપયોગ કરી રહ્યા છે. તે કેટલીક હદ સુધી થર્મલ કેમેરા જેવા છે, પરંતુ તેને કોઈ પણ વ્યક્તિ પહેરી શકે છે. તેનાથી વ્યક્તિગત ધોરણે દેખરેખમાં સરળતા રહે છે.
8. ઈમ્યુટચ રિસ્ટબેન્ડ/બ્રેસલેટ: ચહેરા પર હાથ લગાવતા પહેલા એલાર્મ
કેવી રીતે કામ કરે છે: અનેક લોકોને ચહેરા પર વારંવાર હાથ લગાવવા, નખ ચાવવા અને વાળને હાથ લગાવવાની ટેવ હોય છે. કોરોના સંકટમાં આ ટેવ ઘાતક છે. તેનાથી બચવા અમેરિકાની સ્ટાર્ટઅપ સ્લાઈટલી રોબોટે ‘ઈમ્યુટચ’ નામના રિસ્ટબેન્ડ બનાવ્યા છે. આ બેન્ડનો યુઝર જેવો હાથ ચહેરા પાસે લાવે છે, બેન્ડ વાઈબ્રેટ થવા લાગે છે અને યુઝરને ચેતવે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2UVdgcV
No comments:
Post a Comment