Sunday, 5 April 2020

5G નેટવર્ક અને કોરોનાવાઈરસનો સંબંધ દર્શાવતા વીડિયો યુટ્યુબ પરથી હટાવવામાં આવશે

યુટ્યુબે તેનાં પ્લેટફોર્મ પરથી કોરોનાવાઈરસ અને 5G નેટવર્ક સાથે સંકળાયેલા વીડિયો રિમૂવ કરવાનો નિર્ણય કર્યો છે. કોરોનાવાઈરસ સાથે 5G નેટવર્ક/ ટાવર સંકળાયેલ છે તેવા વીડિયો વહેતા થતાં જ લોકોનો ગુસ્સો 5G ટાવર્સ પર ફૂટી રહ્યો છે. યુનાઈટેડ કિંગ્ડમમાં કેટલાક લોકોએ 7 જેટલા 5G ટાવર્સ સળગાવ્યા હતા. તેથી કંપનીએ આવા તમામ વીડિયો દૂર કરવાનો નિર્ણય કર્યો છે.

યુટ્યુબ પર કોરોનાવાઈરસ માટે 5G નેટવર્ક જવાબદાર છે તેવી અનેક થિયરીના વીડિયો ઉપલબ્ધ છે. આ દાવા સાથેના વીડિયો બ્રિટિશ સેલેબ્સે પણ શેર કર્યા છે. તેને લીધે લોકોમાં 5G ટાવર્સ પર ગુસ્સો ભડ્કયો છે.

યુટ્યુબ પર કોરોનાવાઈરસ અને 5G નેટવર્ક સાથેના સંબંધ દર્શાવતા વીડિયો મંગળવાર સુધી રિમૂવ કરી દેવામાં આવશે. આ સાથે જ તેને લગતા સજેશન પણ દૂર કરવામાં આવશે. UK (યુનાઈટેડ કિંગ્ડમ) સરકાર સોશિયલ મીડિયો પ્લેટફોર્મ પરથી આવા વીડિયો હટાવવા માટે યુટ્યુબને મદદ કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Videos showing the connection to the 5G network and the coronavirus will be removed from YouTube


from Divya Bhaskar https://ift.tt/3dYJJqk

No comments:

Post a Comment