Sunday, 5 April 2020

‘હોનર Play 4T’ સિરીઝની ડિઝાઈન અને ફિચર્સ પણ લીક થયા, 9 એપ્રિલે લોન્ચ થશે

‘હોનર Play 4T’ અને હોનર ‘Play 4T Pro’ને હુવાવેની સબ-બ્રાન્ડ દ્વારા 9 એપ્રિલે લોન્ચ કરવામાં આવશે. લોન્ચિંગના થોડા દિવસો પહેલા આગામી હોનર ફોન બે ચીની રિટેલરની વેબસાઈટ પર પ્રી-બુકિંગ માટે ઉબલબ્ધ જોવા મળ્યા છે. લિસ્ટિંગમાં હોનર પ્લે 4T અને હોનર પ્વે 4T પ્રોની તસવીર પણ સામેલ છે, જે બંને ફોનના કલર ઓપ્શનને પણ જાહેર કરે છે. તે ઉપરાંત આ તસવીરોથી બંને ફોનની ડિઝાઈન પણ સામે આવી છે, તે પહેલાં હોનર પ્લે 4T અને હોનર પ્લે 4T પ્રો TENAAની વેબસાઈટ પર જોવા મળ્યા હતા. જેમાં ફોનના કેટલાંક સ્પેસિફિકેશન સામે આવ્યા હતા.

હોનર પ્લે 4T અને હોનર 4T પ્રોને ચીની વેબસાઈટ JD.com અને Suning.com પર લિસ્ટ કરવામાં આવ્યા છે. જો કે, હોનર પ્લે 4T અને હોનર 4T પ્રો બંનેને JD.com પર લિસ્ટ કરવામાં આવ્યા હતા અને suning.com પર માત્ર ઓનર પ્લે 4T પ્રોનું લિસ્ટિંગ જોવા મળ્યું હતું.

Suning.com લિસ્ટિંગમાં હોનર પ્લે 4T પ્રો ત્રણ કલરમાં જોવા મળ્યો છે.-બ્લેક, ગ્રીન અને લાઈટ બ્લૂ શેડ. તે ઉપરાંત JD.com પર હોનર પ્લે 4T માત્ર ગ્રીન કલરમાં લિસ્ટેડ જોવા મળ્યો છે.

બંને ઇ-રિટેલરો પર લિસ્ટિંગથી આ જાણકારી મળી છે કે હોનર પ્લે 4T પ્રોમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર હોઈ શકે છે, જ્યારે હોનર પ્લે 4Tમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પાછળની તરફ આપવામાં આવી શકે છે.

લિસ્ટિંગમાં રહેલ તસવીરથી એ સ્પષ્ટ જાણવા મળે છે કે બંને હોનર પ્લે 4T સ્માર્ટફોન બેક પર ટ્રિપલ કેમેરા સેટઅપની સાથે આવી શકે છે. તે ઉપરાંત હોનર પ્લે 4T પ્રોમાં એક વોટરડ્રોપ-સ્ટાઈલ નોચ હશે, જ્યારે હોનર પ્લે 4T એક હોલ-પંચ ડિસ્પ્લની સાથે આવશે.

હોનર પ્લે 4Tની TENAA લિસ્ટિંગ અનુસાર, ફોનમાં 6.3 ઈંચની (1,080x2,400 પિક્સલ) OLED પેનલ હશે. તે ઓક્ટાકોર પ્રોસેસરની સાથે આવશે અને તેમાં 6GB રેમ અને 8GB રેમવાળા બે રેમ ઓપ્શન હશે. હોનર પ્લે 4Tમાં ટ્રિપલ કેમેરા સેટઅપ હશે, જેમાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા સેન્સર, 8 મેગાપિક્સલનો સેકેન્ડરી સેન્સર અને ત્રીજું સેન્સર 2 મેગાપિક્સલનું હશે. હોનર પ્લે 4Tમાં 3,900mha બેટરી હશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Honor Play 4T, Honor Play 4T Pro Pre-Booking Listings Tip Design, Key Features


from Divya Bhaskar https://ift.tt/3bRUatN

No comments:

Post a Comment