દુનિયાભરમાં કોરોનાના ભયની વચ્ચે એપલ કંપની તેની ફ્યુચર ટેક્નોલોજી પર કામ કરી રહી છે. એપલ ઈન્સાઈડરના એક રિપોર્ટ અનુસાર તાજેતરમાં જ કંપનીએ નવી પેટન્ટ ફાઈલ કરાવી છે. નવી પેટન્ટ મુજબ, કંપની આઈફોનની વોટરપ્રૂફ કેપેબેલિટિને સ્ટ્રોંગ કરવા પર કામ કરી રહી છે. જોકે આઈફોન વોટરપ્રૂફમાં પણ અવેલેબલ છે જ પરંતુ નવા આઈફોન અંડરવોટર ફોટો-વીડિયોગ્રાફી પણ સપોર્ટ કરશે.
આ રિપોર્ટ અનુસાર, એપલ કંપની ઊંડા પાણીમાં પણ કામ કરી શકે તેવા આઈફોન બનાવવા પર કામ કરી રહી છે. ફ્યુચર આઈફોનથી સ્વિમિંગ અને ફ્રી-ડાઈવિંગ જેવી અંડરવોટર એક્ટિવિટી દરમિયાન પણ ફોટો અને વીડિયોગ્રાફી કરી શકાશે. યુએસ પેટન્ટ નંબર, 20200104021 અંતર્ગત કંપનીએ નવો યુઝર ઈન્ટરફેસ પણ શૉ કેસ કર્યો છે.
આ સિવાય કંપનીએ 20200104033 નંબરથી બીજી એક પેટન્ટ પણ ફાઈલ કરાવી છે. આ પેટન્ટ મુજબ, આઈફોન યુઝરના ફેસ (ચહેરા)નાં માધ્યમથી કામ કરશે. ફ્યુચર આઈફોન યુઝર ફેસઆઈડી ચેક કરી યુઝર ઈન્ટરફેસને ઓટોમેટિક બદલી દેશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Xb395c
No comments:
Post a Comment