અમેરિકન મલ્ટિનેશનલ ટેક કંપની મોટોરોલાએ ફાઈનલી તેની 5G ફ્લેગશિપ સિરીઝ ‘મોટોરોલા એજ’ અમેરિકામાં લોન્ચ કરી છે. આ સિરીઝમાં ‘મોટોરોલા એજ’ અને ‘મોટોરોલા એજ પ્લસ’ સ્માર્ટફોન લોન્ચ થયાં છે. સુપર અટ્રેક્ટિવ કર્વ્ડ ડિસ્પ્લે ધરાવતા આ સિરીઝના ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વોલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર આપવામાં આવ્યું છે. બંને ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે. ‘મોટોરોલા એજ’માં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને ‘મોટોરોલા એજ પ્લસ’માં108MP પ્રાઈમરી રિઅર કેમેરા મળશે.‘મોટોરોલા એજ પ્લસ’ શાઓમીના 108MP પ્રાઈમરી રિઅર કેમેરા ધરાવતા સ્માર્ટફોન ‘Mi 10’ને ટક્કર આપશે.
અમેરિકામાં લોન્ચ થયેલાં વેરિઅન્ટ અને કિંમત
‘મોટોરોલા એજ’ સ્માર્ટફોનની કિંમત વિશે કંપનીએ કોઈ ખુલાસો કર્યો નથી. જ્યારે ‘મોટોરોલા એજ પ્લસ’નાં 12GB+ 256GB વેરિઅન્ટની કિંમત $999 (આશરે 76,400 રૂપયા) છે. અમેરિકામાં ‘મોટોરોલા એજ પ્લસ’નું વેચાણ 14 મેથી શરૂ થશે. જોકે ભારતમાં આ સિરીઝ ક્યારે અને કઈ કિંમત સાથે લોન્ચ થશે તેની કંપનીએ કોઈ માહિતી આપી નથી.
‘મોટોરોલા એજ’નાં સોલાર બ્લેક અને મિડનાઈ મેગ્નિટા જ્યારે ‘મોટોરોલા એજ પ્લસ’નાં સ્મોકી સાંગ્રીઆ અને થંડર ગ્રે કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે.
‘મોટોરોલા એજ’ સિરીઝનાં બેઝિક ફીચર્સ
- બંને ફોનમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર અને સિક્યોરિટી માટે ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
- સિરીઝમાં કનેક્ટિવિટી માટે 5G, 4G LTE, બ્લુટૂથ 5.0, Wi-Fi 802.11 a/b/g/n/ac, GPS, AGPS અને 3.5mmનો ઓડિયોજેક મળશે.
- ‘મોટોરોલા એજ પ્લસ’માં NFC સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.
- બંને ફોનમાં 90Hz રિફ્રેશરેટ ધરાવતી ડિસ્પલે મળશે.
- ‘મોટોરોલા એજ પ્લસમાં’ 10X ડિજિટલ ઝૂમ,નાઈટ મોડ, સ્લો મોશન (120fps) સહિતનાં કેમેરા ફીચર્સ મળશે.
‘મોટોરોલા એજ’નાં બેઝિક સ્પેસિફિકેશન
|
ડિસ્પ્લે સાઈઝ |
6.7 ઈંચ |
|
ડિસ્પ્લે ટાઈપ |
ફુલ HD+ OLED |
|
OS |
એન્ડ્રોઈડ 10 |
|
પ્રોસેસર |
ક્વોલકોમ સ્નેપડ્રેગન 765 SoC |
|
રિઅર કેમેરા |
64MP + 16MP + 8MP |
|
ફ્રન્ટ કેમેરા |
25MP |
|
રેમ |
6GB |
|
સ્ટોરેજ |
128GB |
|
બેટરી |
4,500mAh વિથ 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ |
‘મોટોરોલા એજપ્લસ’નાંબેઝિક સ્પેસિફિકેશન
|
ડિસ્પ્લેસાઈઝ |
6.7 ઈંચ |
|
ડિસ્પ્લેટાઈપ |
ફુલ HD+ OLED HDR10+ (2340 x 1080) રિઝોલ્યુશન |
|
OS |
એન્ડ્રોઈડ 10 |
|
પ્રોસેસર |
ક્વોલકોમ સ્નેપડ્રેગન 865 SoC |
|
રિઅર કેમેરા |
108MP + 16MP + 8MP |
|
ફ્રન્ટ કેમેરા |
25MP |
|
રેમ |
12GB |
|
સ્ટોરેજ |
256GB |
|
બેટરી |
5,000mAh વિથ 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ, 15 વૉટ વાયરલેસ ચાર્જિંગ |
|
વજન |
203 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3bxZ0fY
No comments:
Post a Comment