ઓપ્પોના પોર્ટફોલિયોમાં નવો એન્ટ્રી લેવલ સ્માર્ટફોન ઓપ્પો A12 જોડાઈ ગયો છે. આ સ્માર્ટફોન બે વેરિઅન્ટમાં લોન્ચ થયો છે. તેના ટોપ વર્ઝનની કિંમત 12,00 રૂપિયા છે, જેમાં 4GB રેમ અને 64GB સ્ટોરેજ મળશે. ફોનમાં બે રિઅર કેમેરા આપવામાં આવ્યા છે, જેમાં ડેપ્થ સેન્સર સાથે 13 મેગાપિક્સલનો મેન કેમેરા મળશે. આ મીડિયાટેક હીલિયો P35 પ્રોસેસરથી સજ્જ છે. તેની બ્લેક પેનલ પર ડાયમંડ કટ ડિઝાઇન આપવામાં આવી છે, જેમોટાભાગે અત્યાર સુધી રિઅલમીના મોબાઇલ ફોન્સમાં જોવા મળતી હતી.
કિંમત
ફોનના 4GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 12,300 રૂપિયા છે. તેમાં 3GB રેમ અને 32GB સ્ટોરેજના વેરિઅન્ટ પણ અવેલેબલ છે. જો કે, અત્યારે આ મોબાઇલની કિંમત જાહેર કરવામાં નથી આવી. આ સ્માર્ટફોન અત્યારે ઇન્ડોનેશિયામાં વેચાય છે અને તેમાં બ્લેક અને બ્લુ કલર ઓપ્શન મળે છે.
ઓપ્પો A12નાં સ્પેસિફિકેશન્સ
- ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરતો આ સ્માર્ટફોન કલર OS 6.1.2 પર બેઝ્ડ એન્ડ્રોઇડ પાઇ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. તેમાં ઓક્ટા-કોર મીડિયાટેક હીલિયો P35 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમજ, તેમાં 4GB રેમ અને 64GB સુધીનું સ્ટોરેજ મળશે. સ્ટોરેજ 256GB સુધી વધારી શકાશે.
- આ સ્માર્ટફોવમાં 6.22 ઇંચની HD Plus એટલેકે 720x1520 પિક્સલ રિઝોલ્યૂશન સપોર્ટનાળી ડિસ્પ્લે આપવામાં આવી છે, જેની સ્ક્રીન-ટૂ-બોડી રેશિયો 89% છે. સ્ક્રીન પર ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન મળશે.
- ફોનમાં બે રિઅર કેમેરા આપવામાં આવ્યા છે. તેમાં 13 મેગાપિક્સલનું પ્રાઇમરી અને 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે 5 મેગાપિક્સલ કેમેરા મળશે, જે વોટરડ્રોપ નોચમાં ફિક્સ છે.
- આ ઉપરાંત, મોબાઇલમાં 4320mAh બેટરી છે. જો કે, તેના ફાસ્ટિ ચાર્જિંગ વિશે કોઈ જાણકારી નથી મળી. કનેક્ટિવિટી માટે તેમાં બ્લુટૂથ વર્ઝન 5, GPS આપવામાં આવ્યું છે.
|
ડિસ્પ્લે સાઇઝ |
6.22 ઇંચ |
|
ડિસ્પ્લે ટાઇપ |
IPS LCD કેપેસિટિવ ટચસ્ક્રીન |
| OS | એન્ડ્રોઇડ પાઇ 9.0 |
| પ્રોસેસર | મીડિયાટેક હીલિયો P35 |
| રિઅર કેમેરા | 13 MP + 2MP |
| ફ્રન્ટ કેમેરા | 5MP |
| રેમ | 3GB/4GB |
| સ્ટોરેજ | 32GB/64GB |
| બેટરી | Li-Po 4230 mAh |
| વજન | 165 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/34TXySE
No comments:
Post a Comment