મોબાઈલ્ડ વર્લ્ડ ટેક્નોલોજીમાં હવે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આવશ્યક બન્યું છે. ચાઈનીઝ ટેક કંપની લેનોવો 90વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ ધરાવતો દુનિયાનો પ્રથમ ગેમિંગ સ્માર્ટફોન ‘લિજન’ લોન્ચ કરી લેન્ડમાર્ક હાંસલ કરશે. કંપની આ વર્ષે જ આ સ્માર્ટફોનને લોન્ચ કરવાની તૈયારીમાં છે. તાજેતરમાં જ કંપનીએ ચાઈનીઝ સોશિયલ સાઈટ વીબો પર ફોનની માહિતી શેર કરી છે. જોકે વિવો અને શાઓમી 100 અને 120 વૉટ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી પર કામ કરી રહી છે.
લેનોવો ‘લિજન’ સ્માર્ટફોનનાં સ્પેસિફિકેશન
- ફોનમાં 90વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે તે વાત તો કન્ફર્મ છે પરંતુ તે ફોનને કેટલી મિનિટમાં ફુલ ચાર્જ કરશે તેની કોઈ માહિતી નથી આપી. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફોન 30 મિનિટમાં ફુલ ચાર્જ થશે.
- ફોનમાં ગ્રાઉન્ડ બ્રેકિંગ કૂલિંગ ટેક્નોલોજી મળશે. તેનાથી યુઝરને સ્મૂધ ગેમિંગ એક્સપિરિઅન્સ મળશે.
- કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફોનમાં 120Hzની રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે મળી શકે છે.
- ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા અને 5050mAhની બેટરી મળી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/34B5icn
No comments:
Post a Comment