ટેક જાયન્ટ એપલે મોસ્ટ એવેઈટેડ આઈફોન ‘આઈફોન SE (2020)’ ફાઈનલી બુધવાર રાતે લોન્ચ કર્યો છે. ‘આઈફોન SE (2020)’ ‘આઈફોન 8’ જેવો જ લુક આપે છે. તેમાં લેટેસ્ટ ‘A13 બાયોનિક’ પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ પ્રોસેસર આઈફોન 11 સિરીઝના આઈફોનમાં છે. ‘આઈફોન SE’ સિંગલ રિઅર અને ફ્રન્ટ કેમેરા ધરાવે છે. અમેરિકામાં 17 એપ્રિલથી પ્રિ-ઓર્ડર અને 24 એપ્રિલથી વેચાણ શરૂ થશે. આઈફોનનાં બ્લેક, વ્હાઈટ અને રેડ કલર વેરિઅન્ટ અને 64GB/128GB/256GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થયાં છે. જોકે ભારતમાં તેને ક્યારે અને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેની કોઈ સ્પષ્ટતા કંપનીએ કરી નથી.
કિંમત અને વેરિઅન્ટ
64GB: $399 (આશરે 30,500 રૂપિયા)
125GB: $449 (આશરે 34,400 રૂપિયા)
256GB: $549 (આશરે 42,000 રૂપિયા)
‘આઈફોન SE (2020)’ની કેટલીક ખાસ વાતો:
- ‘આઈફોન SE (2020)’માં પોટ્રેટ મોડ, HDR અને 4K વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ મળશે.
- સિક્યોરિટી માટે આઈફોનમાં ટચ આઈડી ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
- આઈફોન વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે. આઈફોનની બેટરી 18વૉટના અડોપ્ટર સાથે 30 મિનિટમાં 50% ચાર્જ થાય છે.
- તેને IP67 રેટિંગ મળ્યું છે અર્થાત આઈફોન 30 મિનિટ સુધી 1 મીટર ઊંડાઈ સુધી સ્પ્લેશ, વોટર અને ડસ્ટ રઝિસ્ટન્સ છે.
- કનેક્ટિવિટી માટે આ આઈફોનમાં LTE, Siri7, બ્લુટૂથ 5.0, NFC, GPS/GNSS, Wi-Fi 6 અને USB પોર્ટ મળશે,
- આઈફોન ડ્યુઅલ નેનો/ઈ-સિમ સપોર્ટ કરે છે.
‘આઈફોન SE (2020)’નાં બેઝિક સ્પેસિફિકેશન
|
ડિસ્પ્લે સાઈઝ |
4.7 ઈંચ |
|
ડિસ્પ્લેટાઈપ |
રેટિના HD (1344X750) |
|
OS |
iOS 13 |
|
પ્રોસેસર |
A13 બાયોનિક |
|
રિઅર કેમેરા |
12MP |
|
ફ્રન્ટ કેમેરા |
7MP |
|
સ્ટોરેજ |
64GB/128GB/256GB |
|
વજન |
148 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Vdgl8h
No comments:
Post a Comment