Tuesday, 14 April 2020

‘વન પ્લસ 8’ અને ‘વન પ્લસ 8 પ્રો 5G સ્માર્ટફોન’ લોન્ચ થયાં, ફોનમાં 120Hz રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે મળશે

ચાઈનીઝ ટેક કંપની વન પ્લસે તેની 5G ફ્લેગશિપ સ્માર્ટફોન સિરીઝ ‘વન પ્લસ 8’ ઓનલાઈન સ્ટ્રિમિંગ દ્વારા લોન્ચ કરી છે. આ સિરીઝમાં ‘વન પ્લસ 8’ અને ‘વન પ્લસ 8 પ્રો સ્માર્ટફોન’ સામેલ છે. બંને સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 865 પ્રોસેસર અને એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ મળશે. સિક્યોરિટી માટે ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે. બંને ફોનમાં ડ્યુઅલ નેનો સિમકાર્ડ સપોર્ટ અને આ ફોનમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર ડોલ્બિ અટોમ્સ ટેક્નોલોજી મળશે. સિરીઝનાં 8GB+128GB અને 12GB+ 256GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ‘વન પ્લસ 8’નાં ગ્લેશિયલ ગ્રીન અને ઈન્ટરસેલર ગ્લો જ્યારે ‘વન પ્લસ 8 પ્રો’નાં ગ્લેશિયસ ગ્રીન, ઓનીક્સ બ્લેક અને અલ્ટ્રામરિન બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ફોનનું વેચાણ અમેરિકામાં 29 એપ્રિલ શરૂ કરવામાં આવશે. યુરોપ સહિતના દેશોમાં પ્રિઓર્ડર શરૂ કરવામાં આવ્યાં છે. જોકે ભારતમાં તેની કિંમત અને લોન્ચિંગ વિશે કંપનીએ કોઈ માહિતી આપી નથી.

‘વન પ્લસ 8’ સિરીઝનાં બેઝિક ફીચર્સ

  • આ ફોનમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર ડોલ્બિ અટોમ્સ ટેક્નોલોજી ધરાવે છે, જે 3D ઓડિયો અને ઝૂમિંગ ઓડિયો સપોર્ટ કરે છે.
  • ફોનમાં 120Hz રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે મળશે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, વાઈફાઈ 6, બ્લુટૂથ v5.1, GPS/ A-GPS, NFC, USB ટાઈપ-સી પોર્ટ અને 3.5mmનો ઓડિયોજેક મળશે.
  • સિક્યોરિટી માટે બંને ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

‘વન પ્લસ 8’

કિંમત અને વેરિઅન્ટ

8GB + 128GB: $699 (આશરે 53,000 રૂપિયા)

12GB+ 256GB: $799 (આશરે 60,800 રૂપિયા)

‘વન પ્લસ 8’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

6.55 ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

ફુલ HD+ (1080x2400 પિક્સલ) AMOLED

OS

OxygenOS વિથ એન્ડ્રોઈડ10

પ્રોસેસર

ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865

રિઅર કેમેરા

48MP (પ્રાઈમરી કેમેરા)+ 16MP (ટેરિટરી સેન્સર)+ 2MP (મેક્રો લેન્સ)

ફ્રન્ટ કેમેરા

16MP

રેમ

8GB/12GB

સ્ટોરેજ

128GB/256GB

બેટરી

4,300mAh વિથ વ્રેપ ચાર્જ 30T

વજન

180 ગ્રામ

‘વન પ્લસ 8 પ્રો’

કિંમત અને વેરિઅન્ટ

8GB + 128GB: $899 (આશરે 68,400 રૂપિયા)

12GB+ 256GB: $999 (આશરે 86,100 રૂપિયા)

‘વન પ્લસ 8 પ્રો’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લેસાઈઝ 6.78 ઈંચ

ડિસ્પ્લેટાઈપ

QHD+ (1440x3168 પિક્સલ) વિથ 3D કોર્નિંગ ગોરિલા ગ્લાસ

OS

OxygenOS વિથ એન્ડ્રોઈડ10

પ્રોસેસર

ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865

રિઅર કેમેરા

48MP (Sony IMX689 સેન્સર)+ 48MP (ટેરિટરી વાઈડ એંગલ લેન્સ) + 8MP (ટેલિફોટો લેન્સ) + 5MP

ફ્રન્ટ કેમેરા

16MP

રેમ

8GB/12GB

સ્ટોરેજ

128GB/256GB

બેટરી

4,510mAh વિથ વ્રેપ ચાર્જ 30T અને રિવર્સ ચાર્જિંગ

વજન

199 ગ્રામ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
વન પ્લસ 8 પ્રો
વન પ્લસ 8


from Divya Bhaskar https://ift.tt/34NqBHP

No comments:

Post a Comment