ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ ગત વર્ષે તેની ફ્લેગશિપ સ્માર્ટફોન સિરીઝ ‘Mi નોટ 10’ ચીનમાં લોન્ચ કરી હતી. ભારતમાં કોરોનાવાઈરસને લીધે હાલ તેનું લોન્ચિંગ અટક્યું છે. તેવામાં આ સિરીઝના લાઈટ વર્ઝન ‘Mi નોટ 10 લાઈટ’નાં કેટલાક સ્પેસિફિકેશન લિસ્ટ થયાં છે.
અમેરિકાની FCC વેબસાઈટ પર ફોનનાં સ્પેસિફિકેશન લિસ્ટ થયાં છે. તે મુજબ ‘Mi નોટ 10 લાઈટ’માં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે. જોકે ‘Mi નોટ 10’માં 108MP પ્રાઈમરી રિઅર કેમેરા આપવામાં આવ્યો છે. જોકે કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફોનમાં 64MPનો પ્રાઈમરી કેમેરા મળી શકે છે.
‘Mi નોટ 10 લાઈટ’ નાં સ્પેસિફિકેશન
- વેબસાઈટના લિસ્ટિંગ મુજબ, ફોનમાં 48MP+ 8MP+5MP અને 2MPનું કેમેરા સેટઅપ મળશે.
- ફોનમાં 6.47 ઈંચની કર્વ્ડ ફુલ HD+ AMOLED ડિસ્પ્લે અને 16MPનો સેલ્ફી કેમેરા મળી શકે છે.
- આ સ્માર્ટફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 730G મળી શકે છે.
- ફોનમાં 30 વૉટના ફાસ્ટ ચાર્જિંગ સાથે 5260mAhની બેટરી મળી શકે છે.
- આ ફોનનાં અરોરા ગ્રીન, ગ્લેશિયર વ્હાઈટ અને ગ્લિશિયર કલર વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2K5WcuE
No comments:
Post a Comment