ચાઈનીઝ ટેક કંપની વન પ્લસ તેની 8 સિરીઝના સ્માર્ટફોન 14 એપ્રિલે લોન્ચ થશે. આ સિરીઝમાં ગ્લેશિયલ ગ્રીન કલર વેરિઅન્ટ લોન્ચ થશે. કંપનીના CEO પેટે લઉએ વીડિયો ટીઝર લોન્ચ કરી આ વાત કન્ફર્મ કરી છે. ટ્વીટ મુજબ, 100થી વધારે કલર કોમ્બિનેશનમાંથી આ કલરની પસંદગી કરવામાં આવી છે.
For the OnePlus 8 series, we tested over 100 combinations of CMF (color, material, finishing), but when I saw this, I knew it was the one. This is Glacial Green—a fresh color for making fresh starts. pic.twitter.com/iXnX2UGTh4
— Pete Lau (@PeteLau) April 9, 2020
આ કલર વેરિઅન્ટ સિવાય આ સિરીઝના ઓનીક્સ બ્લેક અને ઈન્ટરસેલર ગ્લો કલર વેરિઅન્ટ પણ લોન્ચ થશે. ટ્વીટ કરાયેલા વીડિયો મુજબ ફોનની જમણી બાજુએ વોલ્યુમ અને પાવર બટન મળશે. ફોનની ટોપ પર ઓડિયો જેક અને ફોનનીં બોટમમાં USB ટાઈપ-સી મળશે.
સ્પેસિફિકેશન
આ સિરીઝના કેટલાક સ્પેસિફિકેશન કંપનીના CEO pete lauએ જાહેર કર્યા છે. તે મુજબ 5G સપોર્ટ ધરાવતા આ સિરીઝના ફોનમાં 120Hz રિફ્રેશ રેટ ધરાવતી ફ્લુઈડ ડિસ્પ્લે મળશે. 5G સપોર્ટ હાલ માત્ર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસરમાં જ સપોર્ટ કરે છે. તેથી એ વાત પણ કન્ફર્મ છે કે આ સિરીઝના સ્માર્ટફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળશે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર વન પ્લસ 8માં 6.5 અને વન પ્લસ 8 પ્રોમાં 6.65 ઇંચની ડિસ્પ્લે મળશે. બંને ફોનમાં QHD (ક્વાડ હાઈ ડેફિનેશન) ડિસ્પ્લે મળશે. આ સિરીઝના ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર અને ફાસ્ટ ચાર્જિંગની સુવિધા મળશે. બંને ફોનમાં વન પ્લસ 8 ફોનનાં 6GB+128GB, 8GB+128GB અને 12GB+256GB વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. આ સિરીઝના ફોન સાથે કંપની વન પ્લસ 8 લાઈટ વેરિઅન્ટ પણ લોન્ચ કરી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3cfVKpL
No comments:
Post a Comment