ટેક જાયન્ટ એપલ તેના અપકમિંગ અફોર્ડેબલ આઈફોન ‘iPhone SE 2’ના લોન્ચિંગની તૈયારીમાં છે. આઈફોન ‘iPhone SE 2’ અથવા ‘iPhone 9’ 15 એપ્રિલે લોન્ચ થઈ શકે છે. આ અગાઉ 31 એપ્રિલે ફોનનું લોન્ચિંગ થવાનું હતું પરંતું કોરોનાવાઈરસને લીધે તે પોસ્ટપોન થયું છે.
ડિઝાઈન
અપકમિંગ આઈફોનની અનેક લીક તસવીરો અને સ્પેસિફેકશન સામે આવી ચૂકી છે. તે અનુસાર, આઈફોનનો લુક ‘આઈફોન 8’ જેવો છે. આ અપકમિંગ આઈફોનમાં ટચઆઈડી બટન મળશે. જોકે તેમાં ફેસઆડીની ફીચરની સંભાવના ઓછી છે. આઈફોનના સિલ્વર, ગ્રે અને ગોલ્ડ કલર વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.
સ્પેસિફિકેશન
‘iPhone SE 2’માં A13 બોયોનિક ચિપસેટ મળી શકે છે. આ ચિપસેટનો ઉપયોગ આઈફોન 11 સિરીઝમાં કરવામાં આવ્યો છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફોનનાં 3GB+34GB અને 3GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. આ આઈફોનમાં 4.7 ઈંચની LCD ડિસ્પલે મળી શકે છે.
કિંમત
એપલ એનાલિસ્ટ મિંગ શી ક્યોના એક રિપોર્ટ અનુસાર આ આઈફોનની કિંમત $399 (આશરે 30,400 રૂપિયા) હશે. આ કિંમત વર્ષ 2016માં લોન્ચ થયેલાં ‘iPhone SE’ જેટલી જ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3eh5PEr
No comments:
Post a Comment