Saturday, 11 April 2020

હવે ઈન્સ્ટાગ્રામ યુઝર્સ વેબ વર્ઝનથી પણ DMs સેન્ડ કરી શકશે

ફેસબુકની માલિકીની એપ ઈન્સ્ટાગ્રામે વેબ વર્ઝનમાં એક નવું ફીચર લોન્ચ કર્યું છે. હવે ઈન્સ્ટાગ્રામ યુઝર્સ વેબ વર્ઝનથી પણ DMs (ડિરેક્ટ મેસેજીસ) સેન્ડ કરી શકશે. આ અગાઉ માત્ર મોબાઈલ એપ યુઝર્સ જ તેનો ઉપયોગ કરી શકતા હતા. કંપનીએ ટ્વીટ કરી આ ફીચરની માહિતી આપી છે.

લોકડાઉનમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે. તેવામાં ઈન્સ્ટાગ્રામના વેબ યુઝર સરળતાથી કમ્યૂનિકેશન કરી શકે તે માટે આ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર અન્ય યુઝર્સને વીડિયો, ઈમેજ અને ટેક્સ્ટ તેમના ડેસ્કટોપ પરથી કરી શકે છે.

આ ફીચરનું ટેસ્ટિંગ જાન્યુઆરીમાં કેટલાક યુઝર્સ પર કરવામાં આવ્યું હતું. તેને હવે ગ્લોબલી લોન્ચ કરવામાં આવ્યું છે.

આ સિવાય એપ વર્ઝનમાં સ્ટોરી પોસ્ટિંગ માટે નવું સ્ટીકર ‘Thank You Hour’ પણ લોન્ચ થયું છે. આ સ્ટીકર સાથે યુઝરે ઘરમાં રહીને પોસ્ટ કરવાનું રહેશે અને કંપની કેટલાક પસંદગી કરાયેલાં યુઝર્સની સ્ટોરી તેનાં ઓફિશિસ અકાઉન્ટ પર સાંજે 7 વાગ્યે પોસ્ટ કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Now Instagram users can also send DMs from the web version


from Divya Bhaskar https://ift.tt/2wASEgU

No comments:

Post a Comment