Sunday, 12 April 2020

વન પ્લસે ‘બુલેટ્સ વાયરલેસ Z’ ઈયરબડ્સ રજૂ કર્યા, 14 એપ્રિલે લોન્ચ થશે

ચાઈનીઝ ટેક કપંની વન પ્લસ 14 એપ્રિલે ‘વન પ્લસ 8’ સિરીઝ સાથે ‘બુલેટ્સ વાયરલેસ Z’ ઈયરબડ્સ પણ લોન્ચ કરશે. લોન્ચિંગ પહેલાં કંપનીએ ટ્વીટ કરી તેની ટીઝર ઈમેજ રિલીઝ કરી છે.

ટીઝર ઈમેજ અનુસાર અને તેના નામ મુજબ, આ વાયરલેસ ઈયરબડ્સ ‘Z’ શેપ ધરાવે છે. તેના ટોપ પર સિલિકોન ટિપ્સ મળશે. ઈયરબડ્સમાં ગ્લોશી ફિનિશિંગ મળશે. ઈયરબડ્સનું અલ્ટ્રામરીન બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ થશે. આ કલરનો 8 સિરીઝનો સ્માર્ટફોન પણ લોન્ચ થઈ શકે છે. આ ઈયરબડ્સની નીચેની તરફ માઈક્રોફોન બિલ્ટ કરવામાં આવ્યો છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ઈયરબડ્સમાં લૉ લેટન્સી બ્લુટૂથ કનેક્ટિવિટી અને વ્રેપ ચાર્જ ફાસ્ટ ચાર્જિગ સપોર્ટ મળી શકે છે. તેની મદદથી 10 મિનિટના ચાર્જમાં 10 કલાકનું બેકઅપ મળશે. આ ઈયરબડ્સ 20 કલાકનો પ્લેબેક ટાઈમ આપી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
OnePlus Introduces 'Bullets Wireless Z' Earbuds, Launching 14th April


from Divya Bhaskar https://ift.tt/3ej3qcK

No comments:

Post a Comment