અમેરિકન ટેક જાયન્ટ માઈક્રોસોફ્ટે પોતાની ઓપરેટિંગ સિસ્ટમ હેક કરવા હેકર્સને થ્રી મંથ્સની ઓપન ચેલેન્જ આપી છે. આ ચેલેન્જ Azure સ્પીયર ઓપરેટિંગ સિસ્ટમ માટે છે. જો કોઈ હેકર તેને હેક કરી બતાવશે તો કંપની તેને 1 લાખ ડોલરનું ઈનામ આપશે. આ ઓપરેટિંગ સિસ્ટમને ગત વર્ષે લિનક્સના કોમ્પેક્ટ અને કસ્ટમ વર્ઝન તરીકે તૈયાર કરવામાં આવી હતી. તેનો ઉપયોગ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ પ્લેટફોર્મના પ્રોસેસરમાં થાય છે.
ઓપરેટિંગ સિસ્ટમની સુરક્ષા વધારવા માટે ઓપન ચેલેન્જ અપાઈ
માઈક્રોસોફ્ટ સિક્યોરિટી રિસ્પોન્સ સેન્ટરના સિક્યોરિટી પ્રોગ્રામર મેનેજર Sylvie Liuના જણાવ્યા અનુસાર આ નવાં રિસર્ચ ચેલેન્જનો હેતુ Azure સ્પીયર ઓપરેટિંગ સિસ્ટમને વધારે સિક્યોર્ડ કરવાનો છે. આ સિસ્ટમ એક ઈન્ટરનેટ ઓફ થિંગ્સ સિક્યોરિટી સોલ્યુશન છે, જે હાર્ડવેરને સિક્યોરિટી આપે છે. આ ચેલેન્જથી રિસર્ચ ટીમને વધારે રિસર્ચ કરી સિસ્ટમમાં હેકર્સ પહેલાં ખામી શોધવી પડશે. તેથી સિસ્ટમ હેક થવાનો કોઈ ચાન્સ ન રહે.
3 મહિના સુધી ચેલેન્જ ચાલુ રહેશે
માઈક્રોસોફ્ટની થ્રી મંથ્સ ચેલેન્જ 1 જૂનથી શરૂ થઈ 31 ઓગસ્ટ સુધી ચાલશે. સિસ્ટમ હેક કરવા પર હેકરને 1 લાખ ડોલરનું ઈનામ મળશે. આ ચેલેન્જનમાંભાગ લેવા માટી અહીં ક્લિક કરો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3cdnc7H
No comments:
Post a Comment