Thursday, 7 May 2020

મોટોરોલાના ફોલ્ડેબલ સ્માર્ટફોન ‘રેઝર 2019’નું વેચાણ શરૂ, કિંમત ₹1,24,999

અમેરિકન મલ્ટિનેશનલ ટેક કંપની મોટોરોલાએ ભારતમાં તેના ફોલ્ડેબલ સ્માર્ટફોન ‘રેઝર 2019’નું વેચાણ શરૂ કર્યું છે. શુક્રવારથી ગ્રાહકો ફ્લિપકાર્ટ પરથી તેની ખરીદી કરી શકે છે. જોકે લોકડાઉન 3.0ના નિયમોને ધ્યાનમાં રાખી કેટલાક જ પિનકોડ પર તેની ડિલિવરી મળશે. કંપનીએ ફોનનું 6GB + 128GB સિંગલ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. તેની કિંમત 1,24,999 રૂપિયા છે. ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ઓક્ટાકોર SDM710 પ્રોસેસર મળશે. ફોનમાં 16MPનો રિઅર કેમેરા મળશે. ભારતમાં આ ફોન 16 માર્ચે લોન્ચ થયો હતો.

ઓફર

  • ફ્લિપકાર્ટ પરથી આ ફોનની ખરીદી ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા કરવા પર 5%નું ડિસ્કાઉન્ટ મળશે.
  • આ સિવાય સિટિબેંકનાં ક્રેડિટ/ડેબિટ કાર્ડથી ખરીદી પર 10,000 રૂપિયાનું કેશબેક મળશે.
  • 5,209 રૂપિયાની ‘નો કોસ્ટ EMI’ની સુવિધા પણ છે.

ફીચર્સ

  • ફોનમાં ફ્લેક્સિબલ સ્ક્રીન આપવામાં આવી છે જે પારંપરિક ફ્લિપ સ્ટાઈલમાં ફોલ્ડ થાય છે. આ ફોનની બહારની તરફ નાની સ્ક્રીન આપવામાં આવી છે. તેની મદદથી ફોનને અનફોલ્ડ કર્યા વગર નોટિફિકેશન, મ્યૂઝિક અને ગૂગલ અસ્ટિસ્ટન્ટ જેવાં ફીચરનો ઉપયોગ કરી શકાય છે.
  • આ ફોનમાં ઈ-સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે.
  • ફોનની બહાર આપેલી ક્વિક વ્યૂ ડિસ્પ્લેની મદદથી સેલ્ફી પણ લઇ શકાય છે.
  • સિક્યોરિટી માટે ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સરની સુવિધા પણ આપવામાં આવી છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં USB ટાઈપ-સી પોર્ટ, બ્લુટૂથ 5.0, વાઈફાઈ 802.1, 4G LTE અને GPSઆપવામાં આવ્યું છે.

મોટોરોલા રેઝર (2019)નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

અનફોલ્ડ: 6.2 ઇંચ, ફોલ્ડ: 2.7 ઇંચ

ડિસ્પ્લે ટાઈપ

અનફોલ્ડ HD+ (876x2142 પિક્સલ)

ફોલ્ડ: 600x800 પિક્સલ વિથ ક્વિક વ્યૂ વિન્ડો

OS

એન્ડ્રોઇડ 10

પ્રોસેસર

SDM710

કેમેરા

16MP (ફોલ્ડ) અને 5MP મેઈન ડિસ્પ્લે નોચ

રેમ

6GB

સ્ટોરેજ

128GB

બેટરી

2510mAh વિથ 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ

વજન

205 ગ્રામ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Motorola's foldable smartphone 'Razr 2019' goes on sale, priced at ₹ 1,24,999


from Divya Bhaskar https://ift.tt/3ceZoR5

No comments:

Post a Comment