Thursday, 7 May 2020

રિઅલમીની ‘Narzo 10’ સિરીઝ 11મેએ ભારતમાં લોન્ચ થશે, 6.5 ઈંચની ડિસ્પ્લે મળશે

ચાઈનીઝ ટેક કંપની રિઅલી ફાઈનલી તેની મોસ્ટ અવેઈટેડ ‘Narzo 10’ સિરીઝ લોન્ચ કરશે. કંપની 11મેએ તેનું ઓનલાઈન સ્ટ્રિમિંગ દ્વારા લોન્ચિંગ કરશે. અગાઉ તેનું લોન્ચિંગ 26 માર્ચે થવાનું હતું ત્યારબાદ પોસ્ટપોન થઈ 21 એપ્રિલ કરાયું હતું. હવે ઈ કોમર્સ કંપનીઓને કેટલીક છૂટછાટ મળતા કંપની ફોનનાં વેચાણને ધ્યાનમાં રાખી ફાઈનલી તેને 11મેએ લોન્ચ કરશે. કંપનીએ ટ્વીટ કરી આ વાત કન્ફર્મ કરી છે.

‘Narzo 10’ સિરીઝનાં સ્પેસિફિકેશન

  • આ સિરીઝમાં ‘Narzo 10’ અને ‘Narzo 10A’ સ્માર્ટફોન લોન્ચ થશે.
  • કંપનીના ટીઝર પેજ મુજબ ‘Narzo 10’ સિરીઝનાં સ્માર્ટફોનમાં 6.5 ઈંચની વોટરડ્રોપનોચ ડિસ્પલે મળશે. ફોનમાં 89.8% બોડી ટુ સ્ક્રીન રેશિયો મળશે.
  • ‘Narzo 10’ સ્માર્ટફોનમાં AI ટ્રિપલ રિઅર કેમેરા અને ‘Narzo 10A’માં 48MPના પ્રાઈમરી કેમેરા સાથેનું AI 4 રિઅર કેમેરા સેટઅપ મળશે.
  • બંને ફોનમાં 5000mAhની બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે.
  • ફોનમાં ગેમિંગ માટે A ક્લાસ પ્રોસેર આપવામાં આવશે જોકે તે કયું પ્રોસેસર હશે તેની કંપનીએ કોઈ માહિતી આપી નથી.
  • આ સિરીઝનાં ગ્રીન અને બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Realme 'Narzo 10' series to launch in India on May 11, with 6.5-inch display


from Divya Bhaskar https://ift.tt/2yAGSnE

No comments:

Post a Comment