Friday, 8 May 2020

108MPનો પ્રાઈમરી રિઅર કેમેરા ધરાવતો શાઓમીનો મોસ્ટ અવેઈટેડ 5G સ્માર્ટફોન ‘Mi 10’ ભારતમાં લોન્ચ થયો, કિંમત ₹ 49,999

ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ ફાઈનલી ભારતમાં તેનો 5G ફ્લેગશિપ સ્માર્ટફોન ‘Mi 10’ લોન્ચ કર્યો છે. તેનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 49,999 રૂપિયા છે. ફોન 5G સપોર્ટ, 8K વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ અને 108MPનો પ્રાઈમરી રિઅર કેમેરા ફોનનાં મેઈન ફીચર્સ છે. ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળશે. શુક્રવાર બપોરે 2 વાગ્યાથી ફોનનું પ્રિ બુકિંગ શરૂ થયું છે. ગ્રાહકો કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને એમેઝોન પરથી તેનું પ્રિ બુકિંગ કરી શકશે. કંપનીએ ટ્વીટ કરી તેની માહિતી આપી છે.

કિંમત અને વેરિઅન્ટ

8GB+128GB: ₹49,999

12GB+256GB: ₹54,999

HDFC બેંકના ક્રેડિટ/ડેબિટ કાર્ડથી ફોનની ખરીદી કરવા પર 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય ‘નો કોસ્ટ EMI’ની સુવિધા પણ મળી રહી છે. ફોનનાં કોરલ ગ્રીન અને ટ્વિલાઈટ ગ્રે કલપ વેરિઅન્ટ લોન્ચ થયાં છે.

‘Mi 10’નાં બેઝિક ફીચર્સ

  • ફોનમાં 90Hz રિફ્રેશરેટ ધરાવતી ડિસ્પ્લે આપવામાં આવી છે.
  • બેટર સાઉન્ટ ક્વોલિટી સ્ટીરિયો સ્પીકર પણ મળશે.
  • સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
  • ફોનમાં લિક્વિડકૂલ 2.0 વેપર ચેમ્બર ટેક્નોલોજી મળશે, જે ફોનને ગરમ થતો અટકાવે છે.
  • ફોનના કેમેરામાં 8K અને 4K વીડિયો સપોર્ટ, AI પોટ્રેટ અને મેકઅપ મોડ સહિતનાં અનેક ફીચર્સ મળે છે.
  • આ ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં 5G / 4G+ / 4G / 3G/ 2G, વાઈફાઈ 6, બ્લુટૂથ BT5.1, NFC, GPS, AGPS, USB ટાઈપ સી પોર્ટ અને 3.5mmનો ઓડિયો જેક મળશે.

‘Mi 10’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

6.67 ઇંચ

ડિસ્પ્લે ટાઈપ

ફુલ HD+ કર્વ્ડ AMOLED (1080 x 2340 પિક્સલ)

OS

એન્ડ્રોઇડ 10 વિથ MIUI 11

પ્રોસેસર

ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865

રેમ

8GB

સ્ટોરેજ

128GB/256GB

રિઅર કેમેરા

108MP (પ્રાઈમરી કેમેરા) + 13MP (અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ )

+2MP (ડેપ્થ સેન્સર) + 2MP (મેક્રો લેન્સ)

ફ્રન્ટ કેમેરા

20MP

બેટરી

4780mAh વિથ વાયર એન્ડ વાયર લેસ 30 વૉટ ફાસ્ટ ચાર્જિંગ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Xiaomi's most awaited 5G smartphone 'Mi 10' with 108MP primary rear camera launches in India, priced at 49,999
Xiaomi's most awaited 5G smartphone 'Mi 10' with 108MP primary rear camera launches in India, priced at 49,999


from Divya Bhaskar https://ift.tt/3cfvxbd

No comments:

Post a Comment