Friday, 8 May 2020

‘રેડમી K30’ 5Gનું સ્પીડ એડિશન ચીનમાં 11મેએ લોન્ચ થશે, 4 રિઅર કેમેરા સેટઅપ અને 6GB રેમ મળશે

દુનિયા ભલે કોરોનાવાઈરસના કહેર સામે ઝઝૂમી રહી છે પરંતુ વાઈરસના દાતા ચીનમાં હવે બધું જ સામાન્ય બની રહ્યું છે. સામાન્ય જન જીવન સાથે ચીનમાં ટેક ઈન્ડસ્ટ્રી પણ પાછી પાટા પર આવી રહી છે. ચાઈનીઝ ટેક કંપની શાઓમી ચીનમાં ‘રેડમી K30’ 5Gનું સ્પીડ એડિશન 11મે એ લોન્ચ કરશે. ચાઈનીઝ માઈક્રો બ્લોગિંગ સાઈટ વીબો પર કંપનીએ પોસ્ટ કરી કંપનીએ આ વાત કન્ફર્મ કરી છે.

‘રેડમી K30’ 5G ચીનમાં ગત વર્ષે કંપનીના પ્રથમ 5G સ્માર્ટફોન તરીકે લોન્ચ થયો હતો. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ‘રેડમી K30’ 5Gનાં સ્પીડ એડિશનમાં ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા સેટઅપ મળશે. તેમાં 20MP અને 2MPનું સેટઅપ મળી શકે છે.

રેડમી K30’ 5Gનાં સ્પીડ એડિશનનાં સ્પેસિફિકેશન

  • ચાઈનીઝ ઈ કોમર્સ સાઈટ પર આ ફોનનું લિસ્ટિંગ થયું છે. તે મુજબ, ફોનનું 6GB+128GB વેરિઅન્ટ લોન્ચ થશે. ફોનમાં 120Hzની રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે મળશે.
  • આ ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ મળશે. ફોનમાં 6.67 ઈંચની ડિસ્પ્લે મળશે.
  • આ ફોનનું વજન 208ગ્રામ છે.
  • ફોનમાં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળી શકે છે.
  • ફોનમાં 5000mAhની બેટરી મળી શકે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The Speed Edition of 'Redmi K30' 5G will be launched in China on May 11, with 4 rear camera setup and 6GB RAM


from Divya Bhaskar https://ift.tt/35F2XgO

No comments:

Post a Comment