Friday, 8 May 2020

શાઓમી કંપનીએ ભારતમાં 2,299 રૂપિયાનું Mi 30W વાયરલેસ ચાર્જર લોન્ચ કર્યું

ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ ભારતમાં Mi 10 5G સ્માર્ટફોનની સાથે Mi 30W વાયરલેસ ચાર્જર લોન્ચ કર્યું છે. ચાર્જરમાં હીટ ઓછી કરવા માટે કંપનીએ ઇન-બિલ્ટ કુલિંગ ફેનનું ફીચર આપ્યું છે. ભારતમાં આ ચાર્જરની કિંમત 2,299 રૂપિયા રાખી છે, પણ પ્રિ-ઓર્ડરમાં ગ્રાહકો 1,999 રૂપિયા ખર્ચીને ખરીદી શકશે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર 18 મેથી આ વાયરલેસ ચાર્જરનો સેલ શરુ થશે.

વન પ્લસ કંપનીએ ગયા મહીને 3,990 રૂપિયાનું ‘વાર્પ ચાર્જ 30’ વાયરલેસ ચાર્જર લોન્ચ કર્યું હતું. આ ચાર્જર શાઓમીના ચાર્જરને ટક્કર આપી શકે છે.

Mi 30W વાયરલેસ ચાર્જરના સ્પેસિફિકેશન
કસ્ટમરને ચાર્જરમાં ઇન-બિલ્ટ કુલિંગ ફેન મળશે. આ ચાર્જર Qi સ્ટાન્ડર્ડ પ્રમાણે બનાવ્યું છે, એટલે કે માત્ર તેમાં વાયરલેસ ચાર્જિંગ માત્ર શાઓમી કંપનીના ફોનનું જ નહિ પણ અન્ય બ્રાન્ડ જેવી કે એપલ અને સેમસંગના ફોનનું ચાર્જિંગ પણ થઇ શકશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Xiaomi Mi 30W Wireless Charger With Built-in Cooling Fan Launched in India
Xiaomi Mi 30W Wireless Charger With Built-in Cooling Fan Launched in India


from Divya Bhaskar https://ift.tt/3blredi

No comments:

Post a Comment