Thursday, 7 May 2020

ગ્લોબલ સ્માર્ટવોચ શિપમેન્ટમાં 20%નો વધારો નોંધાયો, 70.6 લાખ શિપમેન્ટ્સ સાથે એપલ અવ્વલ નંબરે: સ્ટ્રેટેજી એનાલિટિક્સ

કોરોનાવાઈરસની અસર તમામ ક્ષેત્રમાં થઈ રહી છે પરંતુ સ્માર્ટવોચ માર્કેટને આ સમય માફક આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગ્લાોબલી ગત વર્ષ કરતાં આ વર્ષે પ્રથમ ત્રિમાસિકગાળામાં સ્માર્ટવોચની શિપમેન્ટમાં 20%નો વધારો નોંધાયો છે. ટેક રિસર્ચ ફર્મ સ્ટ્રેટેજી એનાલિટિક્સના એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. આ રિપોર્ટ મુજબ આ વર્ષે માર્ચ મહિના સુધીમાં ગ્લોબલી કુલ 1.37 કરોડ સ્માર્ટવોચિસનું શિપમેન્ટ્સ થયું છે.

સેમસંગે ગત વર્ષ કરતાં આ વર્ષે 11.8% વધારે શિપમેન્ટ કર્યું

આ રિપોર્ટ મુજબ, ટેક જાયન્ટ એપલે સૌથી વધારે સ્માર્ટવોચનું શિપમેન્ટ કર્યું છે. એપલે 70.6 લાખ યુનિટ્સનું શિપમેન્ટ્સ કર્યું છે. જે ગત વર્ષની સરખામણી કરતાં 23% વધારે છે. એપલ બાદશિપમેન્ટમાં સેમસંગનો નંબર આવે છે. આ કોરિયન ટેક કંપનીએ 2020માં માર્ચ મહિના સુધી 10.9 લાખ સ્માર્ટવોચનું વેચાણ કર્યું છે. આ આંકડો ગત વર્ષે 10.7 લાખનો હતો.

Garmin કંપની 37.5%ના વધારે સાથે શિપમેન્ટ્સમાં ત્રીજા નંબરે

આ રિપોર્ટ મુજબ, અમેરિકન ટેક કંપની Garminએ આ વર્ષે માર્ચ મહિના સુધીમાં 10.1 લાખ સ્માર્ટવોચનું શિપમેન્ટ્સ કર્યું છે. આ આંકડો ગત વર્ષે 80,000નો હતો. અન્ય સ્માર્ટવોચ બ્રાન્ડ્સે મળી કુલ 30.1 લાખ યુનિટ્સનું શિપમેન્ટ્સ કર્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Global smartwatch shipments up 20%, Apple tops with 70.6 lakh shipments: Strategy Analytics


from Divya Bhaskar https://ift.tt/2SMIykH

No comments:

Post a Comment