શાઓમીએ ભારતમાં ‘Mi ટ્રુ વાયરલેસ ઈયરફોન 2’ લોન્ચ કર્યો છે. તેની કિંમત 4,499 રૂપિયા છે. આ ઈયરડ્સમાં 14.2mm ડ્રાઈવર્સ અને LHDC ટેક્નોલોજી આપવામાં આવી છે. 12થી 17મે સુધી તેનું વેચાણ 3,999 રૂપિયામાં કરવામાં આવશે. કંપનીની ઓફિશિયલ વેબસાાઈટ અને એમેઝોન પર તેનું વેચાણ 12મે થી શરૂ થશે. કંપનીએ ટ્વીટ કરી તેની માહિતી આપી છે.
Mi fans, introducing the #MiWirelessEarphones2:
— Mi India (@XiaomiIndia) May 8, 2020
🎵HD audio
🔊14.2mm dynamic driver
🔇Dual mic with noise cancellation
👆Gesture control
Get it at an introductory price of ₹3,999 on May 12 from https://t.co/D3b3QtmvaT & @amazonIN.
RT🔁 & spread the word.#Mi10 pic.twitter.com/OYVEvzvljA
‘Mi ટ્રુ વાયરલેસ ઈયરફોન 2’નાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન
- આ ઈયરબડ્સમાં 14.2mm ડ્રાઈવર્સ આપવામાં આવ્યાં છે.
- તેમાં ડ્યુઅલ માઇક નોઈસ કેન્સલેશન મળશે.
- તેમાં LHDC (લૉ લેટન્સી એન્ડ હાઈ ડેફિનેશન ઓડિયો કોડેક) ટેક્નોલોજી મળશે, જે SBC કોડેક કરતાં 3 ગણી વધારે ઝડપથી ઓડિયો ટ્રાન્સમિટ કરે છે.
- તેમાં કનેક્ટિવિટી માટે બ્લુટૂથ 5.0 મળશે. તે iOS અને એન્ડ્રોઈડ બંને ડિવાઈસ પર સપોર્ટ કરે છે.
- ઈયરબડ્સ તેના કેસમાંથી બહાર નીકળતા જ ઓટોમેટિક સ્માર્ટફોન સાથે કનેક્ટ થશે. કેસમાંથી ઈયરબડ્સ બહાર આવતા સ્માર્ટફોનમાં પોપએપ નોટિફિકેશન મળશે.
- તેમાં ઈન્ફ્રારેડ સેન્સર મળશે. તેની મદદથી ઈયરબડ્સ રિમૂવ કરતાં જ પ્લેબેક ઓડિયો એક્ટિવિટી બંધ થઈ જશે અને યુઝરના ઈયરબડ્ય પહેરવા પર ફરી શરૂ થશે.
- તેમાં વોઈસ કન્ટ્રોલ માટે એક ડેડિકેટેડ બટન આપવામાં આવ્યું છે.
- તેમાં 30mAhની બેટરી મળશે અને ચાર્જિંગ કેસમાં વધારાની 250mAh બેટરી મળશે.
- પ્લેબેક કન્ટ્રોલ માટે તેમાં ટચ સેન્સિટિવ કન્ટ્રોલ મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2YJPran
No comments:
Post a Comment