Wednesday, 6 May 2020

માઈક્રોસોફ્ટ ટીમ્સમાં ટૂંક સમયમાં 250 મેમ્બર્સ એક સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી શકશે

લોકડાઉનને લીધે વીડિયો કોન્ફરન્સિંગના વધતા જતાં ટ્રેન્ડમાં કંપનીઓ યુઝર્સની સંખ્યા વધારવા માટે પોતાની પોલિસીમાં ફેરફાર લાવી રહ્યાં છે. ગૂગલ મીટ બાદ હવે માઈક્રોસોફ્ટની વીડિયો કોન્ફરન્સિંગ એપ ‘માઈક્રોસોફ્ટ ટીમ્સ’માં પણ કોલિંગ લિમિટમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ બુધવારે જાહેરાત કરી છે કે માઈક્રોસોફ્ટ ટીમ્સમાં હવે એકસાથે 250 મેમ્બર્સ વીડિયો કોલિંગ કરી શકશે. જોકે આ સેવાનો લાભ માત્ર પેઈડ યુઝર્સને જ મળશે. અગાઉ આ લિમિટ 100 મેમ્બર્સની હતી. માઈક્રોસોફ્ટ મીટના કુલ 7.5 કરોડ યુઝર્સ છે.

ફ્રી વર્ઝનમાં 20 મેમ્બર્સ એકસાથે વીડિયો કોલિંગ કરી શકશે

વધારાની કોલિંગ લિમિટ સાથેની અપડેટ ટૂંક સમયમાં આવશે. હાલ તેનાં પર ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. નવી અપડેટમાં પેઈડ વર્ઝનમાં એકસાથે 250 અને અનપેઈડ વર્ઝનમાં 20 મેમ્બર્સ એકસાથે વીડિયો કોલિંગ કરી શકશે.

પેઈડ વર્ઝનમાં 1TBનું ફ્રી વર્ઝનમાં 1GBનું સ્ટોરેજ

નવી અપડેટમાં પેઈડ યુઝર્સને શિડ્યુઅલ મીટિંગ, રેકોર્ડ મીટિંગ, ફોન કોલ્સ વિથ ઓડિયો સહિતનાં અનેક ફીચર્સનો લાભ મળશે. પેઈડ વર્ઝનમાં યુઝરને 1TB સ્ટોરેજ મળશે, જ્યાકે ફ્રી પ્લાન્સમાં યુઝરને 1GBનું સ્ટોરેજ અને 10GBનું શેર સ્ટોરેજ મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Microsoft Teams will soon be able to hold 250 members simultaneously video conferencing


from Divya Bhaskar https://ift.tt/3cb9Dpn

No comments:

Post a Comment