કોરોના વાઈરસની સરકારી ટ્રેકિંગ એપ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડિંગ હવે એક નિયમ બન્યો છે. આ એપનો ઉપયોગ એન્ડ્રોઈડ અને iOS યુઝર્સ કરી શકે છે. હવે સરકારે લેન્ડલાઈન યુઝર્સ અને ફીચર ફોન ધરાવતા લોકો માટે IVRS (આરોગ્ય સેતુ ઈન્ટરેક્ટિવ વોઈસ રિસ્પોન્સ સિસ્ટમ) સર્વિસ લોન્ચ કરી છે. આ ફ્રી સેવાથી લેન્ડલાઈન અને ફીચર ફોન યુઝર્સને આરોગ્ય સેતુ એપના લાભ મળશે. યુઝર્સ 1921 ટોલ ફ્રી નંબર પર કોલ કરી આ સેવાનો લાભ ઉઠાવી શકશે.
#IndiaFightsCorona:#AarogyaSetu IVRS services implemented to cater to people having feature phone or landline.
— Ministry of Health 🇮🇳 #StayHome #StaySafe (@MoHFW_INDIA) May 6, 2020
Details here:https://t.co/NqjXUJ6YZQ#SwasthaBharat#COVID19@PMOIndia @drharshvardhan @AshwiniKChoubey @PIB_India @COVIDNewsByMIB @CovidIndiaSeva @DDNewslive
યુઝર્સને SMS હેલ્થ સ્ટેટ્સ અલર્ટ મળશે
IVRS સર્વિસ સમગ્ર દેશમાં લોન્ચ કરવામાં આવી છે. આરોગ્ય સેતુ એપની જેમ આ સર્વિસ દ્વારા પણ હેલ્થ અલર્ટ મળશે. તેના માટે યુઝર્સે 1921 ટોલ ફ્રી નંબર પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. ત્યારબાદ ફીચર ફોનયુઝરને તેનાં હેલ્થ સ્ટેટસનું SMS અલર્ટ મળશે અને લેન્ડલાઈન યુઝર્સને IVRS દ્વારા કોલ કરીને જાણકારી આપવામાં આવશે. આ સિવાય સમયાંતરે યુઝર્સને અનેક અલર્ટ મળતા રહેશે. આ સર્વિસના ડેટાબેઝનો ઉપયોગ આરોગ્ય સેતુ એપમાં ઉમેરવામાં આવશે.
11 ભાષામાં સર્વિસનો લાભ મેળવી શકાશે
આરોગ્ય સેતુ એપની જેમ IVRS સર્વિસમાં પણ હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, મરાઠી સહિત કુલ 11 ભાષામાં સર્વિસ મળશે. આ સર્વિસનો લાભ દેશભરના તમામ લેન્ડલાઈન યુઝર્સ અને ફીચર ફોન યુઝર્સને મળશે.
સરકારે આરોગ્ય સેતુ એપ સુરક્ષિત હોવાનું જણાવ્યું
કોરોનાવાઈરસ ટ્રેકિંગ એપની પ્રાઈવસી પર કેટલાક સવાલો ઊભા થતાં સરકારે પ્રાઈવસી ભંગના રિપોર્ટનું ખંડન કર્યું છે. સરકારે બુધવારે સ્ટેટમેન્ટ જાહેર કરી એપ સંપૂર્ણ સુરક્ષિત હોવાની વાત કરી છે. એપમાં કોઈ ડેટા લીક અને પ્રાઈવસી ભંગ થતો નથી તેવું પણ સરકારે જણાવ્યું છે.
‘આરોગ્ય સેતુ’ એપ
- ‘આરોગ્ય સેતુ’ એપ કોરોનાવાઈરસ ટ્રેકિંગ એપ છે.
- તે લોકેશન અને GPS ને આધારે કોરોનાવાઈરસના સંક્રમિતોને ટ્રેક કરી યુઝર્સને કેટલું જોખમ છે તેની માહિતી આપે છે.
- એપ કોરોનાવાઈરસનુ જોખમ, કેસોની અપડેટ્સ અને સેલ્ફ અસેસમેન્ટ સહિતના અનેક ફીચર્સ ધરાવે છે. ગુજરાતી, અંગ્રેજી, હિન્દી સહિત એપ કુલ 11 ભાષા સપોર્ટ કરે છે.
- એપમાં ટૂંક સમયમાં લોકડાઉનના સમયમાં જરૂરિયાત માટે બહાર જવા માટેને ઈ-પાસ ઈશ્યુ કરવામાં આવશે.
- એપ એન્ડ્રોઈડ અને iOS બંને ઓપરેટિંગ સિસ્ટમ પર કાર્યરત છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35CRajf
No comments:
Post a Comment