Wednesday, 6 May 2020

ભારતમાં શહેર કરતાં ગ્રામીણ વિસ્તારમાં વધારે ઇન્ટરનેટ યુઝર્સ છે, કુલ એક્ટિવ યુઝર્સની સંખ્યા 50 કરોડ 40 લાખ

ભારતમાં ઇન્ટરનેટ યુઝરની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. હાલમાં જ ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયા (IAMAI)એ ડિજિટલ ઇન ઇન્ડિયાનો રિપોર્ટ જાહેર કર્યો છે. અત્યાર સુધીના રિપોર્ટમાં પ્રથમવાર એવું સામે આવ્યું છે કે ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં શહેરી વિસ્તાર કરતાં વધારે યુઝર્સ છે. ગયા વર્ષે નવેમ્બર મહિના સુધીમાં ગ્રામીણ વિસ્તારમાં 22 કરોડ 70 લાખ એક્ટિવ યુઝર્સ છે, જ્યારે શહેરમાં 20 કરોડ 50 લાખ એક્ટિવ ઇન્ટરનેટ યુઝર છે. ભારતમાં કુલ જોવા જઈએ તો 50 કરોડ 40 લાખ એક્ટિવ ઇન્ટરનેટ યુઝર છે.

રિપોર્ટ પ્રમાણે, ગયા વર્ષના માર્ચ મહિનાથી ભારતના ગામડાંમાં રોજ 3 કરોડ યુઝર ઇન્ટરનેટ લોકો વાપરે છે. જો કે, ઇન્ટરનેટ પર વધારે સમય પસાર શહેરીજનો કરે છે. પહેલાં કરતાં હાલ ઇન્ટરનેટની સુવિધા, સસ્તા સ્માર્ટફોન અને વ્યાજબી રિચાર્જ પ્લાનને લીધે તેનો બોલબાલા ગ્રામીણ અને શહેરી વિસ્તાર એમ બંનેમાં વધી રહી છે. કુલ યુઝર્સના એક તૃતીયાંશ લોકો રવિવાર અને રજાના દિવસે સામાન્ય દિવસો કરતાં વધારે ડેટાનો વપરાશ કરે છે.

રિપોર્ટની અન્ય એક મહત્ત્વની માહિતી પ્રમાણે, પુરુષ યુઝર કરતાં મહિલા યુઝર્સમાં વધારો થયો છે અને આ વધારો 26 કરોડનો છે. મહિલા યુઝરમાં 21 ટકા વધારો અને પુરુષ યુઝરમાં 9 ટકાનો વધારો થયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
India has more internet users in rural areas than urban: IAMAI report


from Divya Bhaskar https://ift.tt/35zQMBY

No comments:

Post a Comment