Sunday, 10 May 2020

ટૂંક સમયમાં રિઅલમી કંપની 6000mAhની બેટરી ધરાવતો સ્માર્ટફોન લોન્ચ કરશે

ચાઈનીઝ ટેક કંપની રિઅલમી હવે 6000mAhની બેટરી ધરાવતો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. 5000mAhની બેટરી ધરાવતી સ્માર્ટફોન સિરીઝ ‘રિઅલમી 6’ની સફળતાને જોઈ કંપની તેની બેટરી કેપેસિટીમાં વધારો કરશે. કંપનીએ TUV સર્ટિફિકેશન માટે કરેલી અરજી ટેક જગતમાં વાઈરલ થઈ રહી છે. ધ ટેક ગાય નામના ટ્વીટર હેન્ડલ પર તેને શેર કરવામાં આવી છે.

TUV સર્ટિફિકેશન મુજબ, તેનો મોડેલ નંબર BPL793 છે. પ્રોડક્ટનું નામ રિચાર્જેબલ Li-ion પોલિમર બેટરી છે. TUV સર્ટિફિકેશન ઈશ્યુ કરવાની તારીખ 30 એપ્રિલ છે. ઉલ્લેખનીય છે કે ટેક કંપની તેમની પ્રોડક્ટનું ટેસ્ટિંગ અને ક્વોલિટી પ્રૂફ માટે TUV સર્ટિફિકેશન મેળવતી હોય છે. તેને આધારે તેમની પ્રોડક્ટ્સની ગુણવત્તા નક્કી થાય છે. રિઅલમી કંપનીને 6000mAhની બેટરી માટે જર્મની, જાપાન અને અમેરિકાની TUV સંસ્થા દ્વારા સર્ટિફિકેશન મળ્યું છે.

ઉલ્લેખનીય છે રિઅલમી કંપની વર્ષ 2020માં તેની અનેક પ્રોડક્ટ લોન્ચ કરશે. સોમવારે બપોરે 12 વાગ્યે રિઅલમી કંપની ‘રિઅલમી Narzo’ સિરીઝ લોન્ચ કરશે. આ સિરીઝના ફોનમાં 5000mAhની બેટરી મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Realme will soon launch a smartphone with a 6000mAh battery


from Divya Bhaskar https://ift.tt/3fvJHqC

No comments:

Post a Comment