શાઓમીના લેટેસ્ટ સ્માર્ટફોન ‘રેડમી નોટ 9 પ્રો મેક્સ’નો પ્રથમ સેલ 12મેએ શરૂ થશે. કંપનીએ 12 માર્ચે આ ફોન લોન્ચ કર્યો હતો. જોકે કંપનીએ 18% GST થતાં ફોનની કિંમતમાં વધારો કર્યો છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને એમેઝોન પરથી ગ્રાહકો તેની ખરીદી કરી શકશે. ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં ઈ કોમર્સ સેવાઓ શરૂ થતાં કંપની તેનું વેચાણ શરૂ કરશે. આ ફોનમાં 64MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું 4 રિઅર કેમેરા સેટઅપ મળે છે. ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને કવૉલકોમ સ્નેપડ્રેગન 720G પ્રોસેસર મળશે.
રેડમી નોટ 9 પ્રો મેક્સનાં વેરિઅન્ટ અને કિંમત
| વેરિઅન્ટ | નવી કિંમત (રૂપિયામાં) | જૂની કિંમત(રૂપિયામાં) |
| 6 GB + 64 GB | 16,499 | 14,999 |
| 6 GB + 128 GB | 17,999 | 16,999 |
| 8 GB + 128 GB | 19,999 | 18,999 |
‘રેડમી નોટ 9 પ્રો મેક્સ’નાં ફીચર્સ
- ફોનમાં ખાસ ઈન ડિસ્પ્લે 32MPનો ફ્રન્ટ કેમેરા મળશે.
- સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
- ફોનનાં ઈન્ટરસેલર બ્લેક, અરોરા બ્લૂ અને ગ્લેશિયર વ્હાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે.
- ફોનમાં ભારતની પોતાની નેવિગેશન સિસ્ટમ NavIC મળશે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં વાઈફાઈ, 4G LTE, બ્લુટૂથ 5.0, GPS, AGPS, USB ટાઈપ સી અને 3.5mmનો ઓડિયો જેક મળશે.
‘રેડમી નોટ 9 પ્રો મેક્સ’નાં બેઝિક સ્પેસિફિકેશન
|
ડિસ્પ્લે સાઈઝ |
6.67-ઈંચ |
|
ડિસ્પ્લે ટાઈપ |
ફુલ HD+ 1080x2400 પિક્સલ |
|
OS |
એન્ડ્રોઈડ 10 વિથ MIUI11 |
|
પ્રોસેસર |
કવૉલકોમ સ્નેપડ્રેગન 720G |
|
રિઅર કેમેરા |
64 MP+ 8 MP + 5 MP+ 2 MP |
|
ફ્રન્ટ કેમેરા |
32 MP |
|
રેમ |
6GB/8GB |
|
સ્ટોરેજ |
64GB/128GB |
|
બેટરી |
5020mAh વિથ ફાસ્ટ વૉટ ચાર્જિંગ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2WgHDv8
No comments:
Post a Comment