Sunday, 10 May 2020

DRDOએ ઈલેક્ટ્રોનિક ગેજેટ અને કરન્સી નોટ સેનિટાઈઝ કરતું ડિવાઈસ ‘DRUVS’ વિકસાવ્યું

કોરોનાવાઈરસને લીધે પર્સનલ અને કમ્યૂનિટિ હાઈજીન અનિવાર્ય બન્યું છે. સરકાર દ્વારા પણ જાહેર સ્થળોને સેનિટાઈઝ કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેન)એ ઈલેક્ટ્રોનિક ગેજેટ, પેપર અને ચલણી નોટોને સેનિટાઈઝ કરતું ઓટોમેટિક ડિવાઈસ બનાવ્યું છે. UV (અલ્ટ્રાવાયલેટ) સિસ્ટમ પર આધારિત આ ડિવાઈસનું નામ DRUVS (ડિફેન્સ રિસર્ચ અલ્ટ્રાવાયલેટ સેનિટાઈઝર) છે. આ ડિવાઈસને હૈદરાબાદના DRDOની RCI (રિસર્ચ સેન્ટર ઈમરટ) લેબ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે.DRDOએ ટ્વીટ કરી આ ડિવાઈસની માહિતી શેર કરી છે.

  • DRUVSને મોબાઈલ ફોન, આઈપેડ, લેપટોપ, ચલણી નોટો, ચેક, પાસબુક, પેપર અને ટપાલ સહિતની વસ્તુઓને સેનિટાઈઝ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. DRUVS એક પ્રકારનું કેબિનેટ છે. તે સેનિટાઈઝનની પ્રક્રિયા માટે કોન્ટેકટલેસ ઓપરેશન કરે છે, જે વાઈરસના ફેલાવાને અટકાવવા માટે જરૂરી છે.
  • આ કેબિનેટમાં પ્રોક્સિમેટી સેન્સર લગાડવામાં આવ્યાં છે, જેની મદદથી કેબિનેટ આગળ સેનિટાઈઝ માટેની વસ્તુ મૂકતાં જ તે ઓપન થાય છે. કેબિનેટની અંદર મૂકવામાં આવેલી વસ્તુઓનું 360 ડિગ્રી UVC કોન્ટેક્ટ થાય છે. એક વખત સેનિટાઈઝેશન પૂર્ણ થયા બાદ સિસ્ટમ સ્લીપ મોડમાં જતી રહે છે.

UVC કરન્સી સેનિટાઈઝિંગ ડિવાઈસ NOTESCLEAN

RCI દ્વારા ઓટોમેટેડ UVC કરન્સી સેનિટાઈઝિંગ ડિવાઈસ NOTESCLEAN પણ બનાવવામાં આવ્યું છે. ચલણી નોટોનેં મેન્યુઅલી એક પછી એક સેનિટાઈઝેશન કરવું મુશ્કેલ છે. તેથી આ ડિવાઈસ ઓટોમેટિક ઢગલાબંધ નોટોને સેનિટાઈઝ કરે છે. આ મશીનમાં એકસાથે ચલણી નોટ મૂકવાથી તે એક પછી એક નોટ ઉપાડી જાતો તેનું સેનિટાઈઝેશન કરે છે. આ નોટ UVC લેમ્પના સિરીઝમાંથી પસાર થઈને સંપૂર્ણ સેનિટાઈઝ થઈ બહાર આવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
DRDO develops 'DRUVS' electronic gadget and currency note sanitizing device
DRDO develops 'DRUVS' electronic gadget and currency note sanitizing device


from Divya Bhaskar https://ift.tt/2WIqj17

No comments:

Post a Comment