ભારત સરકારની કોરોનાવાઈરસ ટ્રેકિંગ સ્વદેશી એપ ‘આરોગ્ય સેતુ’એપે WHOનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. WHO આરોગ્ય સેતુ એપથી પ્રભાવિત થઈ તેના જેવી જ એપ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ એપનાં માધ્યમથી કોરોનાવાઈરસનું જોખમ જાણી શકાશે અને સંક્રમિત લોકોનું ટ્રેકિંગ થઈ શકશે.
WHOનાં એપની સુવિધા
ઈન્ટરનેશનલ મીડિયા રોયટર્સના રિપોર્ટ મુજબ, WHOની અપકમિંગ એપમાં બ્લુટૂથથી કોરોનાવાઈરસનાં સંક્રમિત વ્યક્તિઓને ટ્રેક કરી શકાશે. આરોગ્ય સેતુ એપની જેમ આ એપ પણ યુઝરને સ્વાસ્થ્યને લગતાં સવાલો પૂછીને તેઓ સુરક્ષિત છે કે નહીં તેની જાણકારી આપશે. WHOના મુખ્ય જનસંપર્ક અધિકારી બર્નાડો મારિઆનોના જણાવ્યા અનુસાર એપમાં પરિક્ષણ કેવી રીતે કરી શકાય તેની જાણકારી આપવામાં આવશે.
ટૂંક સમયમાં એપને એન્ડ્રોઈડ અને iOS પર લોન્ચ કરવામાં આવશે
મારિઓના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં એપને એન્ડ્રોઈડ અને iOS પર લોન્ચ કરવામાં આવશે. એપની ટેક્નોલોજીનો ઉપયોગ કોઈ પણ સરાકાર કરી શકશે અને તેમાં લોકલ ફીચરનો ઉમેરો કરી પોતાનું વર્ઝન લોન્ચ કરી શકશે.
એપને તૈયાર કરવામાં ગૂગલ અને માઈક્રોસોફ્ટના ભૂતપૂર્વ એન્જિનિઅર્સ સામેલ
બ્લુટૂથના માધ્યમથી ટ્રેકિંગ કરતી આ એપને તૈયાર કરવામાં ગૂગલ અને માઈક્રોસોફ્ટના ભૂતપૂર્વ એન્જિનિઅર્સ સામેલ છે. જો કોઈ વ્યક્તિ કોરોનાવાઈરસથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવશે તો એપ દ્વારા તેને અલર્ટ મળશે.
ભારતની ‘આરોગ્ય સેતુ’ એપ
- ‘આરોગ્ય સેતુ’ એપ કોરોનાવાઈરસ ટ્રેકિંગ એપ છે.
- તે લોકેશન અને GPS ને આધારે કોરોનાવાઈરસના સંક્રમિતોને ટ્રેક કરી યુઝર્સને કેટલું જોખમ છે તેની માહિતી આપે છે.
- એપ કોરોનાવાઈરસનુ જોખમ, કેસોની અપડેટ્સ અને સેલ્ફ અસેસમેન્ટ સહિતના અનેક ફીચર્સ ધરાવે છે. ગુજરાતી, અંગ્રેજી, હિન્દી સહિત એપ કુલ 11 ભાષા સપોર્ટ કરે છે.
- એપમાં ટૂંક સમયમાં લોકડાઉનના સમયમાં જરૂરિયાત માટે બહાર જવા માટેને ઈ-પાસ ઈશ્યુ કરવામાં આવશે.
- એપ એન્ડ્રોઈડ અને iOS બંને ઓપરેટિંગ સિસ્ટમ પર કાર્યરત છે.
- પ્લે સ્ટોર પર એપને 5 કરોડથી વધારે ડાઉનલોડ્સ મળ્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3coUqRO
No comments:
Post a Comment