ચાઈનીઝ ટેક કંપની વન પ્લસ તેનાં પ્રથમ ટ્રુ વાયરલેસ ઈયરબડ્સ લોન્ચ કરવાની તૈયારીમાં છે. એરપોડ્સ જેવો લુક ધરાવતા આ ઈયરબડ્સ જૂલાઈ મહિનામાં લોન્ચ થઈ શકે છે. ટેક ટિપ્સ્ટર મેક્સ જેએ ટ્વીટ કરી આ માહિતી શેર કરી છે.
— Max J. (@MaxJmb) May 15, 2020
વાયરલેસ ઈયરબડ્સ
તાજેતરમાં જ વન પ્લસે બુલેટ્સ વાયરલેસ Z ઈયરફોન લોન્ચ કર્યાં છે. તેની કિંમત 1,999 રૂપિયા છે. જોકે અપકમિંગ ઈયરબડ્સમાં વધારે ફીચર્સ હોવાથી તેની કિંમત વધારે હોઈ શકે છે. તેમાં વાચરલેસ ચાર્જિંગ અને નોઈસ કેન્સલેશન સપોર્ટ મળશે. તેમાં ટચ સેન્સિટિવ કન્ટ્રોલની પણ સુવિધા મળશે,
‘વન પ્લસ Z’ સ્માર્ટફોન પણ લોન્ચ થશે
-
વાયરલેસ ઈયરફોન સાથે કંપની તેનો સસ્તો સ્માર્ટફોન વન પ્લસ Z પણ લોન્ચ કરશે. તેને વન પ્લસ 8નાં લાઈટ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવી શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ‘વન પ્લસ 8 લાઈટ’ અથવા ‘વન પ્લસ Z’માં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું 4 ટ્રિપલ કેમેરા સેટઅપ મળશે.
- ફોનમાં 6.4 ઈંચની AMOLED ડિસ્પ્લે મળી શકે છે. ફોનનાં 8GB + 128GB અને 8GB + 256GB વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે ફોનમાં 4000mAhની બેટરી આપવામાં આવી શકે છે.ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ મળશે. જોકે કંપનીએ ફોન અને ઈયરબડ્સનાં સ્પેસિફિકેશન અને કિંમત વિશે કોઈ ખુલાસો કર્યો નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/365nKKM
No comments:
Post a Comment