કોરોનાવાઈરસ મહામારીથી સમગ્ર વિશ્વ પ્રભાવિત છે. તેને લીધે ઘણી ફેક્ટરીસ અને ધંધાઓ બંધ છે. આ સમયે દાન અને મદદ માટે લોકો આગળ આવી રહ્યા છે. સાથે જ ઓનલાઈન સ્કેમનો પણ ભય વધી ગયો છે. હેકર્સ, રોબોકોલર્સ માટે આ સમય હેકિંગથી પૈસા કમાવવાનો છે.
કોરોનાવાઈરસને લીધે લાખો લોકો બેરોજગાર બન્યા છે. તેવામાં હેકર્સ બેંક અધિકારી કે સરકારી ઓફિસર બની ફોન અને ઈમેઈલ દ્વારા છેતરપિંડી કરે છે.
સિક્યોરિટી એક્સપર્ટ અનુસાર મેઈલ ઈનબોક્સ, ફોન કોલ અને વેબસાઈટ દ્વારા હેકર્સ દ્વારા સ્કેમ કરવામાં આવી રહ્યા છે. ગત મહિને ફેડરલ ટ્રેડ કમિશને ચેતવણી આપી હતી કે સરકારી યોજનાઓ માટે ડિજિટલ કમ્યૂનિકેશન કરવું નહીં.
નેક્સ્ટ કોલરના એક એક્ઝેક્યુટિવ સેમના જણાવ્યા અનુસાર, આ સમય હેકર્સ માટે લાભદાયી સાબિત થઈ શકે છે. બેરોજગારીના સમયે હેકર્સનો ખ્યાલ પણ આવતો નથી.
નેક્સ્ટ કોલર દ્વારા ગત અઠવાડિયે કરવામાં આવેલાં એક સર્વે અનુસાર 37% લોકોનું માનવું છે કે ગત મહિને કોરોનાવાઈરસ સંબંધિત છેતરપિંડી અને ધોટાળાને લઈ 32% ફોન આવ્યા હતા. જ્યારે 44% લોકોએ જણાવ્યું હતું કે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તેઓ છેરપિંડીને લઈ અસુરક્ષિત મહેસૂસ કરે છે. તેવામાં સિક્યોરિટી એક્સપર્ટ દ્વારા જણાવેલ સ્કેમ્સના પ્રકાર અને તેનાથી બચવાના ઉપાયો નીચે મુજબ છે:
1) ફેક વેબસાઈટ
- હેકર્સ ફેકવેબસાઈટ બનાવી તમારો પર્સનલ ડેટા ચોરી કરવાનો પ્રયત્ન કરે છે. હેકર્સ તેના માટે સરકારી વેબાસાઈટ જેવી ફેક વેબસાઈટ પણ બનાવતા હોય છે. તેમાં કોરોનાવાઈરસની જાણકારી હોય છે. તેમાં પર્સનલ ડેટા ફિલઅપ કરવાની જાહેરાતો આપેલી હોય છે. આ સિવાય ફેસ માસ્ક, હેન્ડ સેનિટાઈઝર સહિતી પ્રોડક્ટ્સ માટે પણ ફેકવેબસાઈટ બનાલી ડેટા ચોરી કરે છે.
- સિક્યોરિટી ફર્મADT સાઈબર સ્પેસ ટેક્નોલોજી એન્ડ સોલ્યુશનના ડાયરેક્ટર રોન કલ્લરના જણાવ્યા અનુસાર સાઈટ અને સ્ટોરની સંખ્યા ગણી જગ્યાએ વધી ગઈ છે. હેકર્સે 15,000 જેટલી ફેક વેબસાઈટ્સ બનાવી છે. તેના દ્વારા પર્સનલ અને ફાઈનાન્સ ડેટાની ચોરી કરવામાં આવે છે.
ફેક વેબસાઈટથી બચવાના ઉપાયો
- વેબસાઈટનો URL ચેક કરો. ફેકવેબસાઈટ અન્ય સરકારી વેબસાઈટ જેવી જ લાગે છે પંરતુ તેના એડ્રેસબારમાં ડોમેઈન નકલી હોય છે. એડ્રેસ બાર પર ક્લિક કરી ડોમેઈનમાં છેલ્લે ".com" અથવા ".org"ને બદલે "com.co," ".ma" અથવા ".co" પર ધ્યાન આપો.
- એક એડ બ્લોકરને ઈન્સ્ટો કરો. તેનાથી પર્સનલ ડેટા માગતી જાહેરાતો બ્લોક થઈ જશે.
સ્કેમ કોલ્સ
- રોબોકોલ એક ફોન કોલ હોય છે જે પહેલાંથી રેકોર્ડ કરવામાં આવે છે. રોબોકોલ હંમેશા રાજનીતિક અને ટેલિમાર્કેટિંગથી જોડાયેલા હોય છે. આ પ્રકારના કોલ્સની મદદથી પર્સનલ ડેટા ચોરી કરી શકાય છે.
- મોટે ભાગે 2 સ્કેમર્સ એકસાથે કામ કરે છે. પ્રથમ હેક્ર ફોન પર તમારા બેંક સાથે હોય અને બીજોફોન પર હોય છે. તેઓ તમારી પર્સનલ માહિતા માગીને બેક અકાઉન્ટ સુધી પહોંચી જાય છે.
- આ મામલે મિસ્ટર એસ્પિનોસા જણાવે છે કે, આ પ્રકારના કોલ્સથી તેઓ સિસ્ટમની ખામીઓને શોધે છે. મહામારીના સમયે નાણાકીય મામલાના હાઈ રિસ્ક કોલમાં 50%નો વધારો થયો છે. એક બેંકને પ્રતિ કલાકે 6000 આવા કોલ્સ મળી રહ્યા છે.
સ્કેમ કોલ્સથી બચવાના ઉપાયો
- ફોનને મૂક્યા બાદ ફરી એ નંબર પર કોલ કરો. બેંક હંમેશા તમને બનાવટી કોલ્સથી સાવધાન રહેવા માટે અલર્ટ કરે છે. સાથે જ ક્રેડિટ/ડેબિટ કાર્ડની જાણકારી પણ બેંક માગતી નથી તે પણ જણાવવામાં આવે છે. જો કોઈ તમને કોલ પર આવી કોઈ માહિતી પૂછે તો તેનો જવાબ આપવો નહીં.
- ઘણી વાર કોલ્સની સેવ એન્ટ્રી એ વિશ્વાસ અપાવે છે કે કોલ બનાવટી નથી. તમારા એડ્રેસ બુકમાં પહેલાંથી જ સિટીબેંક સપોર્ટ નંબર સેવ છે અને તેને સિટી બેંક લેબલ આપવામાં આવ્યું છે. જો તેવામાં કોઈ હેકર્સે સપોર્ટ નંબરને જ હેક કર્યો હોય તો તમને બનાવટી કોલ્સ પર પણ એ જ નામ દેખાશે. તેથી તમારા એડ્રેસ બુકમાં બિઝનેસિસને હટાવી દેવા જોઈએ.
3. ઈમેલ અને ટેક્સ્ટ મેસેજ
- ફિશિંગ, જેમાં એક સ્કેમર તમારી વ્યક્તિગત જાણકારી માગે છે. તે ઇન્ટરનેટ પરની સૌથી જૂના સ્કેનમાંથી એક છે, પરંતુ આજે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે, કેમ કે, તે કામ કરે છે.
- મહામારી દરમિયાન છેતરપિંડી કરનારાઓ ફરીથી એકવાર તેને અપનાવી રહ્યા છે. ADTના અનુસાર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO), સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા ઈમેલ અને ટેક્સ્ટ મેસેજ પર ઘણા પ્રકારની માહિતી આપવામાં આવી રહી છે. હકીકતમાં છેતરપિંડી કરનારાઓ દ્વારા જે ઈમેલ અથવા ટેક્સ્ટ મેસેજ કરવામાં આવે છે, તેમાંથી એક વાતનો ઉલ્લેખ થાય છે કે તમને આર્થિક સહાય કેવી રીતે મળી શકે છે, જેની લિંક પણ આપવામાં આવે છે. હકીકતમાં આ લિંકમાં મેલવેર હોય છે, જે તમારા ફોનમાંથી અથવા પીસીની બધી વિગતો ચોરી કરે છે.
ઈમેલ અને ટેક્સ્ટ મેસેજથી બચવાના ઉપાય
-
ઈમેલ અને ટેક્સ્ટ મેસેજ મોકલનારની તપાસ કરો. ફ્રોર્ડ ઈમેલ સાચા હોય તેવું લાગે છે પરંતુ તે બનાવટી વેબસાઈટ જેવા જ હોય છે. તેના કેરેક્ટરમાં તફાવત હોઈ શકે છે. તેવી જ રીતે ખોટા મેસેજમાં 10થી વધુ આંકડાનો ફોન નંબર હોય છે. આવી સ્થિતિમાં જે ઈમેલ અથવા ટેક્સ્ટ મેસેજ પર શંકા હોય તેના પર ક્લિક ન કરો.
- અનનોન સેન્ડરથી આવેલા મેઈલ પર એકદમ ક્લિક કરશો નહીં. પહેલા નીચે સ્ક્રોલ કરીને વાંચો અને સમજો. હંમેશાં આ પ્રકારના મેઈલમાં છેતરપિંડી કરનાર યુઝરને ક્લિક કરવા માટે કહે છે. આ પ્રકારના મેઈલને તરત ડિલીટ કરવા જોઈએ. આવા મોટાભાગના મેઈલ સ્પામમાં આવે છે.
4) તમારું ઘર બન્યું ઓફિસ
મિસ્ટર કુલર કહે છે કે, કોરોનાવાઈરસ મહામારીના કારણે લાખો કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા છે. એટલે કે હવે તેમનું ઘર ઓફિસમાં ફેરવાઈ ગયું છે. આવી સ્થિતિમાં જ્યારે હેકર્સ તમારા પ્રાઈવેટ અકાઉન્ટ અને હોમ નેટવર્ક પર પ્રવેશવાનો પ્રયાસ કરી શકે છે. તેમણે કહ્યું કે ડેટાની સલામતી હવે કર્મચારીના હાથમાં છે.
બચાવના ઉપાય
- તમારી નેટવર્ક સિક્યોરિટીની તપાસ કરો. કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમની જેમ વાઈ-ફાઈ રાઉટરના સોફ્ટવેરને પણ અપડેટ કરો. રાઉટરના સેટિંગ્સમાં લોગઈન કરીને તે વાતની પુષ્ટિ કરો કે શું હાલના ફર્મવેર અથવા સોફ્ટવેરનું લેટેસ્ટ અપડેટ છે. જો તમારું રાઉટર સાત વર્ષ જૂનું છે તો સેફ્ટી અપડેટ નહીં થાય. આવી સ્થિતિમાં એક નવું રાઉટર ખરીદી લેવું. આ માટે મોર્ડન વાઈ-ફાઈ જેમ કે, એમેઝોનની ઈરો અથવા ગૂગલ વાઈફાઈ વધુ સારું છે. તમારા રાઉટરનો પાસવર્ડ સ્ટ્રોન્ગ કરો. તેના માટે કેપિટલ અને સ્મોલ આલ્ફાબેટની સાથે ન્યુમેરિકલ, સ્પેશિયલ કેરેક્ટર પણ યુઝ કરો.
- કંપની દ્વારા આપવામાં આવેલા ડિવાઈસિસને ઈન્ટરનેટ અકાઉન્ટ અને સોફ્ટવેર પર કામ કરવું સૌથી સારું છે. જો તમારી પાસે કામ માટે જરૂરી ટેક્નિકલ ડિવાઈસનો અભાવ છે, તો તમારા ઓફિસના આઈટી ડિપાર્ટમેન્ટને જાણ કરો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3cDGlQv
No comments:
Post a Comment