Sunday, 17 May 2020

શાઓમીનો ‘Mi Band 5’ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થઈ શકે છે

ચાઈનીઝ ટેક કંપની શાઓમી ભારત સહિત એશિયન માર્કટમાં તેનાં અપકમિંગ બેન્ડ ‘Mi Band 5’ નાં લોન્ચિંગની તૈયારીમાં છે. ચાઈનીઝ ટેક પોર્ટલ ગિઝમોચાઈનાના એક રિપોર્ટ અનુસાર, શાઓમીના લેટેસ્ટ બેન્ડને તાઈવાનની રેગ્યુલેટરી દ્વારા સર્ટિફિકેશન મળ્યું છે. આ સર્ટિફિકેશન મુજબ,તેમાં 1.2 ઈંચની ડિસ્પ્લે મળશે.

‘Mi Band 5’
આ સર્ટિફિકેશન મુજબ તેનો મોડેલ નંબર XMSH10HM છે. તેમાં OLED સ્ક્રીન મળશે. તેમાં સ્લીપ ટ્રેકર, હાર્ટ રેટ મોનિટર સહિતનાં ફીચર મળી શકે છે. ટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમાં ઓક્સીજન લેવલ ડિટેક્શન મળી શકે છે. આ સિવાય તે વોટર અને સ્પેલ્સ રઝિસ્ટન્સ હોઈ શકે છે. જોકે કંપની તેનાં ફીચર વિશે કોઈ જાહેરાત કરી નથી.

Mi Band 4C
આ સાથે જ કંપની Mi Band 4Cનું પણ ટેસ્ટિંગ કરી રહી છે. તેમાં 1.08 ઈંચની ડિસ્પ્લે મળી શકે છે. તેમાં 14 દિવસનું બેટરી બેકઅપ મળશે. તેમાં ઓપ્ટિકલ હાર્ટ રેટ સેન્સર અને 5 ATM વોટર રઝિસ્ટન્સ મળશે. તેની કિંમત 95 ચીની યુઆન આશરે 1035 રૂપિયા હોઈ શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Xiaomi's 'Mi Band 5' may launch in India soon


from Divya Bhaskar https://ift.tt/2WBmNqy

No comments:

Post a Comment