ફેસબુકે તેના ડેસ્કટોપ યુઝર્સ માટે નવું ઈન્ટરફેસ લોન્ચ કર્યું છે. આ નવાં ઈન્ટરફેસમાં ફાઈનલી ડાર્ક મોડ ઉમેરવામાં આવ્યો છે. સાથે જ યુઝરને અગાઉના ક્લાસિક ઈન્ટરફેસના ઉપયોગ કરવાનો વિકલ્પ પણ મળશે.
ફેસબુકનાં નવાં ઈન્ટરફેસના ઉપયોગ કરવાના સ્ટેપ્સ:
- ડેસ્કટોપ પર ફેસબુક પર લોગઈન કરી હોમ સ્ક્રીન પર નવી અપડેટ માટે Try It પર ક્લિક કરો.
- ત્યારબાદ યુઝરને એક વેલકમ મેસેજ મળશે. તેમા ડાર્ક મોડ, ફાસ્ટ લોડિંગ ટાઈમ અને ક્લીન લુક સહિતનાં ફીચર્સની માહિતી મળશે.
- ત્યારબાદ Next ટેબ પર ક્લિક કરી ડાર્ક અને લાઈટ મોડની પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ Get Started પર ક્લિક કરવાનું રહેશે.
- હવે યુઝર ફેસબુકના નવાં ઈન્ટરફેસનો ઉપયોગ કરી શકશે. યુઝરને ક્લાસિક ફેસબુક પર સ્વિચ કરવાનો વિકલ્પ પણ મળે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2yLiHTB
No comments:
Post a Comment