શાઓમીથી સ્વતંત્ર બનેલી બ્રાન્ડ પોકો 12મેએ ગ્લોબલી ‘પોકો F2 પ્રો’ સ્માર્ટફોન લોન્ચ કરશે. આ ઓનલાઈન સ્ટ્રિમિંગમાં માત્ર ‘પોકો F2 પ્રો’ સ્માર્ટફોન જ લોન્ચ થશે. ‘પોકો F2’ સિરીઝના અન્ય સ્માર્ટફોન ‘પોકો F2’ અન ‘પોકો F2 લાઈટ’ વિશે કંપનીએ કોઈ હિન્ટ આપી નથી. કંપનીએ ટ્વીટ કરી પોકો F2 પ્રો’નાં ગ્લોબલ લોન્ચની માહિતી શેર કરી છે.
If you're ready, let's POCO!#POCOF2Pro online launch event on May 12. Stay tuned.#POCOisBACK #PowerfullyCool pic.twitter.com/XmcV8i5Yfn
— POCO (@POCOGlobal) May 8, 2020
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ‘પોકો F2 પ્રો’ને ‘રેડમી K30 પ્રો’નાં રિબ્રાન્ડેડ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવી શકે છે. આ ફોનની કિંમત EUR 570 (આશરે 47,000 રૂપિયા) હોઈ શકે છે. જોકે ભારતમાં હજું ‘રેડમી K30 પ્રો’ પણ લોન્ચ થવાનો બાકી છે. તેવામાં કંપની ‘પોકો F2 પ્રો’ને ભારતમાં લોન્ચ કરશે કે કેમ તે સવાલ યથાવત છે.
‘પોકો F2 પ્રો’નાં બેઝિક સ્પેસિફિકેશન
- આ ફોનમાં 64MP પ્રાઈમરી રિઅર કેમેરા ધરાવતું 4 રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે.
- ફોનમાં 6.67ઈંચની સુપર AMOLEDની ડિસ્પ્લે મળી શકે છે.
- સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 20MPનો ફ્રન્ટ કેમેરા મળી શકે છે.
- એન્ડ્રોઈડ 10 વિથ MIUI 11 ઓપરેટિંગ સિસ્ટમ અને કવોલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળી શકે છે.
- સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
- ફોનનાં ગ્રે, પર્પલ, વ્હાઈટ અને બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2SPL35N
No comments:
Post a Comment