ટેક જાયન્ટ આઈફોને 15 એપ્રિલે તેનો ‘આઈફોન SE (2020)’ લોન્ચ કર્યો હતો. હવે કંપની ભારતમાં તેનાં વેચાણની તૈયારીમાં છે. ઈ કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટની એપ પર તેનું ટીઝર પેજ રિલીઝ કરવામાં આવ્યું છે. તેમાં કમિંગ સૂન લખવામાં આવ્યું છે. તેના પરથી કહી શકાય કે ટૂંક સમયમાં તેનું વેચાણ શરૂ થશે. ગ્રીન અને ઓરેન્જ ઝોનનાં સિલેક્ટેડ વિસ્તારોમાં તેની ડિલિવરી આપવામાં આવશે.
એપ પર રજિસ્ટ્રેશન શરૂ થયું
- એપનાં ટીઝરમાં નોટિફાય બટન એક્ટિવ છે, તેના પર યુઝર રજિસ્ટ્રેશન કરી સેલની માહિતી મેળવી શકશે.
- યુઝરે ઈમેઈલ અને મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
ભારતમાં કિંમત અને વેરિઅન્ટ
64GB: 42,500 રૂપિયા
125GB: 47,800 રૂપિયા
256GB: 58,300 રૂપિયા
‘આઈફોન SE (2020)’ની કેટલીક ખાસ વાતો:
- ‘આઈફોન SE (2020)’માં પોટ્રેટ મોડ, HDR અને 4K વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ મળશે.
- સિક્યોરિટી માટે આઈફોનમાં ટચ આઈડી ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
- આઈફોન વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે. આઈફોનની બેટરી 18વૉટના અડેપ્ટર સાથે 30 મિનિટમાં 50% ચાર્જ થાય છે.
- તેને IP67 રેટિંગ મળ્યું છે અર્થાત આઈફોન 30 મિનિટ સુધી 1 મીટર ઊંડાઈ સુધી સ્પ્લેશ, વોટર અને ડસ્ટ રઝિસ્ટન્સ છે.
- કનેક્ટિવિટી માટે આ આઈફોનમાં LTE, Siri7, બ્લુટૂથ 5.0, NFC, GPS/GNSS, Wi-Fi 6 અને USB પોર્ટ મળશે,
- આઈફોન ડ્યુઅલ નેનો/ઈ-સિમ સપોર્ટ કરે છે.
‘આઈફોન SE (2020)’નાં બેઝિક સ્પેસિફિકેશન
|
ડિસ્પ્લે સાઈઝ |
4.7 ઈંચ |
|
ડિસ્પ્લેટાઈપ |
રેટિના HD (1344X750) |
|
OS |
iOS 13 |
|
પ્રોસેસર |
A13 બાયોનિક |
|
રિઅર કેમેરા |
12MP |
|
ફ્રન્ટ કેમેરા |
7MP |
|
સ્ટોરેજ |
64GB/128GB/256GB |
|
વજન |
148 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3clxgfd
No comments:
Post a Comment