Tuesday, 19 May 2020

લોન્ચિંગ બાદ સતત બીજી વખત ‘રિઅલમી C3’ સ્માર્ટફોનની કિંમતમાં વધારો થયો, બેઝિક વેરિઅન્ટની કિંમત 7,999 રૂપિયા

ચાઈનીઝ ટેક કંપની રિઅલમીએ તેના બજેટ સ્માર્ટફોનની કિંમતમાં સતત બીજી વખત વધારો કર્યો છે. ફેબ્રુઆરીમાં લોન્ચ થયેલાં આ ફોનનાં 3GB+ 32GB બેઝિક વેરિઅન્ટની કિંમત 6,999 રૂપિયા હતી. GST વધી ગયા બાદ તેની કિંમત 500 રૂપિયા વધારી 7499 રૂપિયા કરવામાં આવી હતી.

વેરિઅન્ટ અને કિંમત

વેરિઅન્ટ નવી કિંમત GST વધ્યાં બાદ કિંમત લોન્ચિંગ સમયે કિંમત
3GB+ 32GB 7,999 7499 6,999
4GB+ 64GB 8,999 8499 7,999

ફોનમાં સિક્યોરિટી માટે ઈન ડિસ્પ્લે અથવા અલગથી ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું નથી. સિક્યોરિટી માટે યુઝર્સે મેન્યુઅલી પાસવર્ડ ક્રિએટ કરવાનો રહેશે. કનેક્ટિવિટી માટે ફોનમાં વાઇફાઇ, બ્લુટૂથ 5, GPS, A-GPS, VoLTE, 4G, OTG, USB અને 3.5mmનો ઓડિયો જેક આપવામાં આવ્યો છે. ફોનનું સ્ટોરેજ વધારવા માટે એડિશનલ મેમરી કાર્ડ સ્લોટ પણ આપવામાં આવ્યો છે.

રિઅલમી C3’ નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લેસાઈઝ 6.5 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ HD+ 720 x 1600 પિક્સલ
પ્રોસેસર ઓક્ટાકોર હીલિયો G70 AI
OS એન્ડ્રોઇડ 10
રેમ 3GB/4GB
સ્ટોરેજ 32GB/64GB એક્સપાન્ડેબલ 256 GB
રિઅર કેમેરા 12MP + 2MP
ફ્રન્ટ કેમેરા 5MP
બેટરી 5000 mAh
વજન 195 ગ્રામ
સિમ ડ્યુઅલ નેનો સપોર્ટ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
For the second time in a row after the launch, the price of the 'Realmy C3' smartphone has gone up, with the basic variant priced at Rs 7,999.


from Divya Bhaskar https://ift.tt/3bL8X9t

No comments:

Post a Comment