ટેક જાયન્ટ ગૂગલના ભૂતપૂર્વ CEO અને છેલ્લાં 18 વર્ષથી આલ્ફાબેટના બોર્ડ મેમ્બર રહેલાં એરિક શ્મિટએ આખરેકંપનીમાંથી રાજીનામુ આપ્યું છે. અમેરિકન મીડિયા વેબસાઈટ CNETના એક રિપોર્ટ મુજબ, શ્મિટ જૂલાઈ 2001થી એપ્રિલ 2011 સુધી કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી હતા અને એપ્રિલ 2011થી જાન્યુઆરી 2018 સુધી તેઓએ કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કર્યું હતું.
તેઓ ગૂગલ અને તેની પેરન્ટ કંપની આલ્ફાબેટના સલાહકાર રહી ચૂક્યા હતા
- ગત વર્ષે મે મહિનામાં સુંદર પિચાઈએ જાહેરાત કરી હતી કે, બોર્ડ પર 18 વર્ષથી વધારે સમય સુધી રહેવા બાદ એરિક શ્મિટ 19 જૂને વર્તમાન કાર્યકાળની પૂર્ણાહુતિ કરી ફરી ચૂંટણી નથી લડવા માગતા. શ્મિટે ફેબ્રુઆરી મહિનામાં ગૂગલની મૂળ કંપની આલ્ફાબેટમાં ટેક્નોલોજી એડવાઈઝર તરીકે પણ અલવિદા ક્હ્યું હતું.
- રિપોર્ટ મુજબ, શ્મિટે ગૂગલને સિલિકોન વેલીથી લઈને ગ્લોબલ ટાઈટન બનવા સુધીની સફરમાં ફાળો આપ્યો હતો. હવે તેઓ ગૂગલ અને તેની પેરન્ટ કંપની આલ્ફાબેટના સલાહકાર નથી રહ્યા.
કંપનીના ફાઉન્ડર્સનો આભાર માન્યો
શ્મિટે ગૂગલના સંસ્થાપકો લેરી પેજ અને સગ્રેઈ બ્રિન તેમજ અન્ય ટીમ મેમ્બર્સને આલ્ફાબેટ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં આભાર માન્યો હતો. આલ્ફાબેટ અને ગૂગલ બિઝનેસ/ટેક્નોલોજીમાં તેમને ટેક્નોલોજી એડવાઈઝર બનાવવા આભાર વ્યક્ત કર્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fJd4WP
No comments:
Post a Comment