Monday, 11 May 2020

રિઅલમીએ મિડલ રેન્જ સ્માર્ટફોન સિરીઝ ‘Narzo 10’ લોન્ચ કરી, બેઝિક વેરિઅન્ટની કિંમત ₹ 8,499

ચાઈનીઝ ટેક કંપની રિઅલમીએ ફાઈનલી તેની મિડરેન્જ સ્માર્ટફોન સિરીઝ ‘Narzo 10’ લોન્ચ કરી છે. આ સિરીઝમાં ‘Narzo 10’ અને ‘Narzo 10A’ સ્માર્ટફોન લોન્ચ થયાં છે. કંપનીએ બંને સ્માર્ટફોનનાં સિંગલ વેરિઅન્ટ લોન્ચ કર્યાં છે. ‘Narzo 10’નાં 4GB + 128GB વેરિઅન્ટની કિંમત 11,999 રૂપિયા છે, જ્યારે ‘Narzo 10A’નાં 3GB+32GB વેરિઅન્ટની કિંમત 8,499 રૂપિયા છે. બંને સ્માર્ટફોનમાં મીડિયાટેક હીલિયો પ્રોસેસર અને એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ મળશે. અગાઉ લોકડાઉન 1.0 દરમિયાન તેનું લોન્ચિંગ ટળ્યું હતું અનેક વખત લોન્ચિંગ પોસ્ટપોન કર્યા બાદ ફાઈનલી કંપનીએ સોમવારે તેનું લોન્ચિંગ કર્યું છે.

‘Narzo 10’નાં ‘ધેટ ગ્રીન’ અને ‘ધેટ વ્હાઈટ’ તેમજ ‘Narzo 10A’નું ‘સો બ્લૂ’ કલર વેરિઅન્ટ લોન્ચ થયું છે. ‘Narzo 10’નું વેચાણ 18મે અને ‘Narzo 10A’નું વેચાણ 22મે થી કરવામાં આવશે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પરથી તેની ખરીદી કરી શકાશે.

‘Narzo 10’સિરીઝની કિંમત અને વેરિઅન્ટ

Narzo 10 4GB + 128GB 11,999 રૂપિયા
Narzo 10A 3GB+32GB 8,499 રૂપિયા

‘Narzo 10A’ સિરીઝનાં ફીચર્સ

  • બંને ફોનમાં ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ વિશ મેમરી કાર્ડ મળશે.
  • સિક્યોરિટી માટે ફિંગર પ્રિન્ટ સેન્સરની સુવિધા પણ મળશે.
  • કનેક્ટિવિટી માટે બંને ફોનમાં 4G LTE વાઈફાઈ 802.11 b/g/n, બ્લુટૂથ 5.0, GPS, AGPS, USB ટાઈપ સી પોર્ટ અને 3.5mmનો ઓડિયોજેક મળશે.

‘Narzo 10’ સ્માર્ટફોનનાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

6.5 ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

ફુલ HD+ 1600x720

OS

રિઅલમી UI બેઝ્ડ ઓન એન્ડ્રોઈડ 10

પ્રોસેસર

મીડિયાટેક હીલિયો G80

રિઅર કેમેરા

48MP + 8MP + 2MP + 2MP

ફ્રન્ટ કેમેરા

16MP

રેમ

રેમ 4GB

સ્ટોરેજ

128GB એક્સપાન્ડેબલ 256GB

બેટરી

5000mAh વિથ 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ

વજન

199 ગ્રામ

‘Narzo 10A’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

6.5 ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

ફુલ HD+ 1600x720 પિક્સલ

OS

રિઅલમી UI વિથ એન્ડ્રોઈડ 10

પ્રોસેસર

મીડિયાટેક હીલિયો G80

રિઅર કેમેરા

12MP + 2MP + 2MP

ફ્રન્ટ કેમેરા

5MP

રેમ

3GB + 32GB

સ્ટોરેજ

એક્સપાન્ડેબલ 256GB

બેટરી

5000mAh

વજન

195 ગ્રામ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Realme launches mid-range smartphone series 'Narzo 10', basic variant priced at 8,499


from Divya Bhaskar https://ift.tt/2AilCUd

No comments:

Post a Comment