Friday, 8 May 2020

શાઓમીએ સામાન્ય ટીવીને સ્માર્ટ ટીવી બનાવતું ‘Mi Box 4K’ ડિવાઈસ લોન્ચ કર્યું, કિંમત ₹ 3499

ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ શુક્રવારની ઓનલાઈન લોન્ચિંગ ઈવેન્ટમાં ‘Mi Box 4K’ સ્ટ્રિમિંગ ડિવાઈસ લોન્ચ કર્યું છે. આ ડિવાઈસની મદદથી યુઝર તેનાં સામાન્ય ટીવીને સ્માર્ટ ટીવીમાં પરિવર્તિત કરી શકે છે. તેની કિંમત 3,499 રૂપિયા છે. આ ડિવાઈસ HDMI પોર્ટનાં માધ્મયથી ટીવીને સ્માર્ટ ટીવી બનાવે છે. તે એન્ડ્રોઈડ ટીવી 9 પાઈ પાવર્ડ ડિવાઈસની મદદથી નોર્મલ ટીવીને સ્માર્ટ ટીવીમાં બદલે છે. તેનું વેચાણ રવિવારથી શરૂ કરવામાં આવશે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ઈકોમર્સ સાઈટપરથી તેની ખરીદી કરી શકાશે.

‘Mi Box 4K’ સ્ટ્રિમિંગ ડિવાઈસનાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન

  • આ એક પ્રકારનું સેટ ટોપ બોક્સ જ છે, જેને HDMI કેબલ દ્વારા કનેક્ટ કરી શકાય છે.
  • તેમાંક્વાડકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. સાથે 2GBની રેમ અને 8GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળશે.
  • તેની મદદથી HDR 10 અને 4K કન્ટેન્ટનું સ્ટ્રિમિંગ કરી શકાય છે. તેની મદદથી નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ સહિતના ઓવર ધ ટોપ 4K અને HDR કન્ટેન્ટ સ્ટ્રીમ કરી શકાશે.
  • તે સ્ટોક એન્ડ્રોઈડ ટીવી ઈન્ટરફેસ પર રન કરે છે.
  • કનેક્ટિવિટીમાટે તેમાં USB પોર્ટ, બ્લુટૂથ, HDMI પોર્ટ, ડિકોડર,, રિમોર્ટ અને 3.5mmનો ઓડિયોજેક મળશે.
  • તેમાં બિલ્ટ ઈન ક્રોમકાસ્ટ આપવામાં આવ્યું છે. તેની મદદથી યુઝર સ્માર્ટફોન/લેપટોપનાં 4K કન્ટેન્ટ ટીવી પર જોઈ શકશે.
  • નોર્મલ ટીવીને સ્માર્ટ ટીવી બનાવવા માટે યુઝરે Mi બોક્સને HDMI કેબલ દ્વારા નોર્મલ ટીવી સાથે કનેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ બોક્સને ઈન્ટરનેટ સાથે કનેક્ટ કરી તેનો ઉપયોગ કરી શકાશે.
  • તે વોઈસ કન્ટ્રોલ ફીચર પણ સપોર્ટ કરે છે. તેમાં બિલ્ટ ઈન ગૂગલ અસિસ્ટન્ટ અને ડોલ્બી સાઉન્ડ મળશે.
  • ‘Mi Box 4K’ 5,999 રૂપિયાની એમેઝોન ફાયર ટીવી સ્ટીકને સારી એવી ટક્કર મળશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Xiaomi launches 'Mi Box 4K' device that makes common TVsmart TVs , priced at ₹ 3499


from Divya Bhaskar https://ift.tt/3beKmt5

No comments:

Post a Comment