Wednesday, 13 May 2020

પોકો F2 Pro સ્માર્ટફોન લોન્ચ, પોપ-અપ સેલ્ફી કેમેરા અને 5G સપોર્ટ સ્માર્ટફોનની પ્રારંભિક કિંમત 41, 500 રૂપિયા

પોકો બ્રાંડનો લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન ‘Poco F2 Pro’ લોન્ચ થઇ ગયો છે. આ સ્માર્ટફોનમાં પોપ-અપ સેલ્ફી કેમેરા અને ક્વોડ રિઅર કેમેરા સેટઅપ છે. પોકો F2 Proમાં ગ્રાહકોને ક્વોલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળશે. આ ફોનની સૌથી ખાસ વાત કરીએ તો તેમાં ગ્રેડીઅન્ટ બેક પેનલ અને કંપનીની પોતાની લિક્વિડ કુલિંગ ટેક્નિક ઇન-બિલ્ટ છે. આ ફોનમાં 5G સપોર્ટ પણ છે. પોકો F2 Pro સ્માર્ટફોનની પ્રારંભિકની કિંમત 41, 500 રૂપિયા છે.આ ફોન સાઈબર ગ્રે, ઇલેક્ટ્રિક પર્પલ, નિઓન બ્લૂ, ફેન્ટમ વ્હાઈટ કલરમાં ખરીદી શકાશે.

પોકો F2 Pro સ્માર્ટફોનનાં વેરિઅન્ટ અને કિંમત

6 GB રેમ + 128 GB સ્ટોરેજ 41, 500 રૂપિયા
8 GB રેમ + 256 GB સ્ટોરેજ 50, 000 રૂપિયા

જો કે, આ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થશે કે નહિ તેનો કંપનીએ કોઈ ખુલાસો કર્યો નથી. ભારતમાં Poco F1 સ્માર્ટફોન લોકોને ઘણો પસંદ આવ્યો હતો, આથી ફોનની પણ દેશમાં લોન્ચ થવાની વધારે શક્યતા છે. કંપનીએ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં Poco X2 પણ લોન્ચ કર્યો હતો.

‘પોકો F2 Pro’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6. 67 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ FHD (1080X2400 પિક્સલ) HDR+ AMOLED ડિસ્પ્લે
OS એન્ડ્રોઈડ
પ્રોસેસર ક્વોલકોમ સ્નેપડ્રેગન 865
રિઅર કેમેરા 64 MP+ 13 MP + 5 MP + 2 MP
ફ્રન્ટ કેમેરા 20 MP
રેમ 6 GB
સ્ટોરેજ 128 GB
બેટરી 4700 mAh




Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Poco F2 Pro With Pop-Up Selfie Camera, Qualcomm Snapdragon 865 SoC Launched


from Divya Bhaskar https://ift.tt/35TjPAC

No comments:

Post a Comment