Thursday, 7 May 2020

એક્ટ્રેક્ટિવ લુક ધરાવતો ‘LG વેલ્વેટ’ સ્માર્ટફોન લોન્ચ થયો, 5G સપોર્ટ અને 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે

સાઉથ કોરિયન ટેક કંપની LGએ તેનો એક્ટ્રેક્ટિવ લુક ધરાવતો ફ્લેગશિપ 5G સ્માર્ટફોન ‘LG વેલ્વેટ’ લોન્ચ કર્યો છે. આ ફોનને સાઉથ કોરિયન માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનનું 8GB + 128GBનું સિંગલ વેરિઅન્ટ લોન્ચ થયું છે. ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ઓક્ટાકોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 765G પ્રોસેસર મળશે. ફોનનાં અરોરા ગ્રીન, અરોરા ગ્રે, અરોરા વ્હાઈટ અને ઈલ્યુશન સનસેટ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે.

કિંમત અને વેરિઅન્ટ

‘LG વેલ્વેટ’ને સાઉથ કોરિયન માર્કેટમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે. 8GB + 128GB વેરિઅન્ટની કિંમત 899,800 won (આશરે 55,990 રૂપિયા) છે. સાઉથ કોરિયામાં 8 મેથી તેનું પ્રિ બુકિંગ શરૂ કરવામાં આવશે જ્યારે 15મેથી તેનું વેચાણ શરૂ થશે. જોકે ભારત સહિત ગ્લોબલ માર્કેટ લોન્ચ વિશે કંપનીએ કોઈ માહિતી આપી નથી.

‘LG વેલ્વેટ’નાં બેઝિક ફીચર્સ

  • ‘LG વેલ્વેટ’માં ASMR રેકોર્ડિંગ ફીચર અને NFC સપોર્ટ આપવામાં આવ્યો છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં બ્લુટૂથ, વાઈફાઈ, 5G, 4G LTE , USB ટાઈપ સી અને 3.5mmનો ઓડિયો જેક મળશે.
  • ફોનમાં ન્યૂ રેઈન ડ્રોપ કેમેરા આપવામાં આવ્યો છે.સાથે જ બેક અને ફ્રન્ટ બંને સાઈડ સિમિટ્રેકિલ કર્વ્સ મળશે.
  • બેટર સાઉન્ડ એક્સપિરિઅન્સ માટે ફોનમાં કંપની સ્ટીરિયો સ્પીકર્સ મળશે.

‘LG વેલ્વેટ’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

6.8 ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

OLED ફુલ HD+

OS

એન્ડ્રોઈડ 10

પ્રોસેસર

ક્વોલકોમ સ્નેપડ્રેગન 765G

રિઅર કેમેરા

48MP + 8MP + 5MP

ફ્રન્ટ કેમેરા

16MP

રેમ

8GB

સ્ટોરેજ

128GB એક્સપાન્ડેબલ 2TB
બેટરી

4,300mAh વિથ ફાસ્ટ ચાર્જિંગ

વજન

180 ગ્રામ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'LG Velvet' smartphone with attractive look launched, 5G support and 48MP primary rear camera


from Divya Bhaskar https://ift.tt/2WbTeM7

No comments:

Post a Comment