Sunday, 7 June 2020

એરટેલ બાદ હવે જિઓના ગ્રાહકોને પણ ફ્રીમાં 1 વર્ષ માટે ડિઝની+ હોટસ્ટાર VIPનું સબસ્ક્રિપ્શન મળશે

સ્વદેશી ટેલિકોમ કંપની જિઓએ ડિઝની+ હોટસ્ટાર VIPનાં 1 વર્ષ માટે ફ્રી સબસ્ક્રિપ્શન પ્લાન લોન્ચ કર્યાંછે. 401 રૂપિયા, 2599 રૂપિયા, 1208 રૂપિયા અને 612 રૂપિયાના પ્લાન પર 1 વર્ષ માટે ડિઝની+ હોટસ્ટાર VIP સબસ્ક્રિપ્શન મળશે. એરટેલે પણ 2 મહિના અગાઉ 401 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો હતો. જિઓએ ટ્વીટ કરી ઓફિશિયલ નવાં પ્લાનની જાહેરાત કરી છે.

પ્લાન સુવિધા

401 રૂપિયા

1 વર્ષ માટે ડિઝની+ હોટસ્ટાર VIP સબસ્ક્રિપ્શન, 90GB ડેટા 2GB/દિવસ, અનલિમિટેડ કોલ્સ (અધર નેટવર્ક 1000 મિનિટ), 100 SMS પ્રતિદિવસ વેલિડિટી 28 દિવસ
2599 રૂપિયા 1 વર્ષ માટે ડિઝની+ હોટસ્ટાર VIP સબસ્ક્રિપ્શન, 740GB ડેટા 2GB/દિવસ, અનલિમિટેડ કોલ્સ (અધર નેટવર્ક 12,000 મિનિટ), વેલિડિટી 365 દિવસ
1208 (એડઓન 151x8) રૂપિયા 1 વર્ષ માટે ડિઝની+ હોટસ્ટાર VIP સબસ્ક્રિપ્શન, 240GB ડેટા 30GB/દિવસ, વેલિડિટી 240 દિવસ
612 રૂપિયા (એડઓન 51x12) 1 વર્ષ માટે ડિઝની+ હોટસ્ટાર VIP સબસ્ક્રિપ્શન, 72GB ડેટા, અનલિમિટેડ કોલ્સ (અધર નેટવર્ક કોલ્સ 6000 મિનિટ), વેલિડિટી 365 દિવસ

ગ્રાહકો રવિવારથી જ આ તમામ રિચાર્જ પ્લાનનો લાભ ઉઠાવી શકશે. જિઓની ઓફિશિયલ વેબસાઈટ અને માય જિઓ એપ પરથી રિચાર્જ થઈ શકશે.માય જિઓ એપમાં રિચાર્જ ટેબ પર જઈ હોટસ્ટાર પર ક્લિક કરી પ્લાનની પસંદગી કરવાની રહેશે. 401 રૂપિયા, 2599 રૂપિયા, 1208 રૂપિયા અને 612 રૂપિયા ઉપરાંત જિઓએ 1206 રૂપિયાનો 180 દિવસનો અને 1004 રૂપિયાનો 120 દિવસનો પ્લાન પણ લોન્ચ કર્યો છે.

ડિઝની પ્લસ હોટસ્ટાર સર્વિસના એક્ચ્યુઅલ પ્લાન
ડિઝની પ્લસ સર્વિસ માટે જૂના હોટસ્ટારના VIP અને પ્રિમિયમ સબક્રાઈબર્સે કોઈ ચાર્જ આપવો નહીં પડે. જોકે નવા યુઝર્સને એડિશનલ ચાર્જ સાથે આ સબસ્ક્રિપ્શન મળશે. ડિઝની પ્લસ હોટસ્ટારના વાર્ષિક પ્લાનમાં VIP માટે 399 રૂપિયા અને પ્રિમિયમ માટે 1499 રૂપિયા આપવાના રહેશે. VIP સબસ્ક્રાઈબર્સને માર્વેલ યુનિવર્સ અને સુપરહીરોની મૂવીઝ અને સિરીઝ તેમજ બોલિવૂડ અને હોલિવૂડની કેટલીક મૂવીઝનો એક્સેસ મળશે. જ્યારે પ્રિમિયમ યુઝર્સને VIPને મળતા એક્સેસ ઉપરાંત 29 કરતા વધારે ડિઝની ઓરિજનલ કન્ટેન્ટ અને લેટેસ્ટ અમેરિકાના શૉનો એક્સેસ મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
After Airtel, now Jio customers will also get a free Disney + Hotstar VIP subscription for 1 year


from Divya Bhaskar https://ift.tt/2XFxSap

No comments:

Post a Comment