Sunday, 7 June 2020

S પેન સપોર્ટ કરતું સેમસંગનું ‘ગેલેક્સી ટેબ S6 લાઈટ’ ટેબ્લેટ 8 જૂને લોન્ચ થશે

કોરિયન ટેક કંપની સેમસંગ ભારતમાં ‘ગેલેક્સી ટેબ S6 લાઈટ’ ટેબ્લેટ 8 જૂને લોન્ચ કરશે. કંપનીએ ટ્વિટર પર ટીઝર વીડિયો શેર કર્યો છે. એમેઝોન પર તેનું ડેડિકેટેડ પેજ પણ લાઈવ થયું છે. ગ્રાહકો સોમવારથી તેનું પ્રિ બુકિંગ કરી શકે છે. આ સિવાય સેમસંગની ઓફિશિયલ વેબસાઈટ પરથી પણ તેનું રજિસ્ટ્રેશ કરાવી શકાશે. આ ટેબ્લેટ ‘ગેલેક્સી ટેબ S6’નું સસ્તું વેરિઅન્ટ છે.

કિંમત અને વેરિઅન્ટ
ઈન્ડોનેશિયામાં આ ટેબ્લેટનુ 64GB +128GB વેરિઅન્ટ લોન્ચ થયું છે. તે S પેન સપોર્ટ સાથે આવે છે અને તેમાં જમ્બો 7040mAhની બેટરી પણ છે. ચીનમાં તેનાં વાઈફાઈ ઓનલી વર્ઝનની કિંમત આશરે 30,000 રૂપિયા છે, જ્યારે 128GB સ્ટોરેજ ધરાવતાં LTE વર્ઝનની કિંમત આશરે 36,000 રૂપિયા છે.

‘ગેલેક્સી ટેબ S6 લાઈટ’નાં બેઝિક ફીચર અને સ્પેસિફિકેશન

  • ઈન્ડોનેશિયામાં લોન્ચ થયેલાં વેરિઅન્ટ પ્રમાણે તેમાં એન્ડ્રોઈડ 10 વિથ OneUI 2.0 ઓપરેટિંગ સિસ્ટમ અને ઓક્ટાકોર પ્રોસેસર મળશે.
  • અપકમિંગ ટેબ્લેટમાં 10.4 ઈંચની TFT (થિન ફિલ્મ ટ્રાન્ઝિસ્ટર) 1200x2000 પિક્સલની ડિસ્પ્લે મળશે.
  • તેમાં 64 GBની રેમ અને 128GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળી શકે છે. તેને મેમરી કાર્ડથી1TB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
  • ટેબ્લેટની બેક પેનલમાં 8MPનો રિઅર કેમેરા મળશે. તેમાં ગેલેક્સી ટેબ S6 જેવાં જ બેઝલ્સ મળશે.
  • વીડિયો કોલિંગ અને સેલ્ફી માટે 5MPનો ફ્રન્ટ કેમેરા મળશે.
  • સેમસંગના આ અપકમિંગ ટેબમાં 7040mAhની બેટરી મળશે. કનેક્ટિવિટી માટે ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ, બ્લુટૂથ 5.0, GPS અને 3.5mmનો ઓડિયો જેક મળશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Samsung's 'Galaxy Tab S6 Lite' tablet supporting S Pen to launch on June 8


from Divya Bhaskar https://ift.tt/2APcaYQ

No comments:

Post a Comment