Friday, 12 June 2020

પોપઅપ સેલ્ફી કેમેરા ધરાવતો ‘મોટોરોલા વન ફ્યુઝન પ્લસ’ સ્માર્ટફોન ભારતમાં 16 જૂને લોન્ચ થશે

અમેરિકન મલ્ટિનેશનલ ટેક કંપની મોટોરોલા ભારતમાં લોકડાઉન પિરિયડમાં એક્ટિવ જોવા મળી રહી છે. એજ પ્લસ સિરીઝ અને g8 પાવર લાઈટ સ્માર્ટફોન લોન્ચ કર્યા બાદ હવે કંપની તેના અપકમિંગ ફોનનાં લોન્ચિંગની તૈયારીમાં છે. પોપઅપ સેલ્ફી કેમેરાવાળો ‘મોટોરોલા વન ફ્યુઝન પ્લસ’ સ્માર્ટફોન ભારતમાં 16 જૂને લોન્ચ થશે. ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર તેનું ટીઝર પેજ રિલી કર્યું છે. આ સિવાય ટ્વિટર પર પણ તેનું વીડિયો ટીઝર રિલીઝ થયો છે.

ફ્લિપકાર્ટ પરનાં ટીઝર પેજ મુજબ ફોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ અને પોપઅપ સેલ્ફી કેમેરા મળશે. ફોનનાં બ્લૂ અને વ્હાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ થશે. આ ફોન યુરોપમાં લોન્ચ થઈ ચૂક્યો છે. યુરોપમાં 6GB + 128GB વેરિઅન્ટની કિંમત 299 યુરો (આશરે 25,400 રૂપિયા) છે. જોકે ભારતમાં તેને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેની કોઈ સ્પષ્ટતા થઈ નથી.

યુરોપમાં લોન્ચ થયેલાં વેરિઅન્ટ પ્રમાણે ‘વન ફ્યુઝન પ્લસ’નાં બેઝિક સ્પેસિફિકેશન

  • પોપઅપ સેલ્ફી ધરાવતા આ ફોનમાં 6.5 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે મળશે.
  • તેમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 730 પ્રોસેસર મળશે.
  • ફોટો અને વીડિયોગ્રાફી માટે 64MP + 8MP + 5MP + 2MPનું રિઅર કેમેરા સેટઅપ મળશે.
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16MPનો પોપઅપ સેલ્ફી કેમેરા પણ મળશે.
  • ફોનમાં 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 5,000mAh મળશે.
  • સિક્યોરિટી માટે રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સરની સુવિધા આપવામાં આવી છે.
  • ફોનમાં ગૂગલ અસિસ્ટન્ટ ડેડિકેટેડ બટનની સુવિધા મળશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Motorola One Fusion Plus smartphone with popup selfie camera to launch in India on June 16


from Divya Bhaskar https://ift.tt/2YoeMVm

No comments:

Post a Comment