Friday, 12 June 2020

ગૂગલે પ્લે સ્ટોર પરથી ટિકટોકની પ્રતિકૃતિ ધરાવતી એપ ‘Zynn’ રિમૂવ કરી

ગૂગલ પ્લે સ્ટોરે ફરી એક વાર ટિકટોકની હરિફાઈની એપ પ્લે સ્ટોર પરથી ડિલીટ કરી છે. શોર્ટ વીડિયો મેકિંગ ચાઈનીઝ એપ ‘Zynn’ ગૂગલ પ્લે સ્ટોર પરથી રિમૂવ થઈ છે. આ એપ ટિકટોકની પ્રતિકૃતિ હોવાથી તેને હટાવવામાં આવી છે.

કન્ટેન્ટ ચોરી માટે એપ હટાવી દેવાઈ
ઘણા ટિકટોક યુઝરે આ એપ કન્ટેન્ટ ચોરી કરે છે તેવા રિપોર્ટ્સ કર્યા હતા. તેમાં પ્રોફાઈલ ફોટો, નામ, સહિત અનેકનો સમાવેશ થાય છે. કન્ટેન્ટ ચોરીના અઢળક રિપોર્ટ્સ મળતા ગૂગલે તેને પ્લે સ્ટોર પરથી હટાવી છે.

મે મહિનામાં iOS અને એન્ડ્રોઈડ પર લોન્ચ થઈ હતી
ટિકટોક જેવી જ આ ચાઈનીઝ એપ ‘Zynn’એ મે મહિનામાં iOS અને એન્ડ્રોઈડ પર લોન્ચ થઈ હતી. થોડાક જ દિવસોમાં તો ઘણી પોપ્પુલર બની હતી.

એપમાં રિવોર્ડ મળતો હોવાથી પ્રચલિત થઈ
આ એપમાં સાઈન ઈન કરવા પર યુઝરને $1(આશરે 76 રૂપિયા), યુઝર દ્વારા કોઈ એપ સાઈન અપ કરે તો $20 (આશરે 1500 રૂપિયા) અને દરેક 5 યુઝર્સ જોડાવા પર $10 (આશરે 750 રૂપિયા) મળતા હતા. તેથી એપનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો હતો અને એપ પ્લે સ્ટોર લિસ્ટમાં ટોપ 10માં સામેલ થઈ હતી.

થોડા દિવસ અગાઉ ગૂગલે સ્પામ અને મિનિમમ ફંક્શનાલિટીને કારણે શોર્ટ વીડિયો મેકિંગ એપ ‘Mitron’ પ્લે સ્ટોર પરથી હટાવી હતી જોકે બાદમાં તેણે કમબેક પણ કર્યું છે. ગૂગલે કોપી પેસ્ટ એપ એપ્લિકેશન અર્થાત અન્ય એપ સાથે સંપૂર્ણ મેળ ખાતી એપ્લિકેશનને આધારે Mitron એપ રિમૂવ કરી હતી સાથે જ એપ સ્પામ અને મિનિમમ ફંક્શનાલિટી ધરાવે છે તેવું પણ કહેવાયું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Google removes Tik tok replica app 'Zynn' from Play Store


from Divya Bhaskar https://ift.tt/2Ysh0mP

No comments:

Post a Comment