ભારતમાં કોરોનાવાઈરસનો આંકડો 3 લાખને પાર પહોંચ્યો છે. અગાઉ કરતાં હવેની પરિસ્થિતિમાં વધારો લોકોનું ટેસ્ટિંગ થાય તે જરૂરી છે. કોરોના ટેસ્ટિંગ સેન્ટર માટેની જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવે જ છે પરંતુ હવે ગૂગલને પૂછીને પણ તેની માહિતી જાણી શકાશે. ગૂગલ તેના માટે ICMR (ઈન્ડિય કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) અને MyGov સાથે મળીને કામ કરી રહી છે. ગૂગલે ટ્વીટ કરી તેની માહિતી આપી છે.
Working closely with @ICMRDELHI & @mygovindia, Google Maps, Google Assistant and Search are now beginning to surface testing centres in Hindi, English & 7 regional languages. Before going to a testing centre, call the Govt. of India helpline - 1075 & get a doctor’s prescription. pic.twitter.com/VOichzCLH9
— Google India (@GoogleIndia) June 12, 2020
ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી સહિત 7 પ્રાદેશિક ભાષા સપોર્ટ કરશે
લોકોને સરળતાથી કોરોનાવાઈરસ ટેસ્ટિંગ સેન્ટર્સની માહિતી મળી રહે તે માટે ગૂગલે નવું સર્ચ ટૂલ વિકસાવ્યું છે. ગૂગલ સર્ચ અને ગૂગલ મેપ્સ પર સરળતાથી ટેસ્ટિંગ સેન્ટર્સની માહિતી મેળવી શકાય છે. આ સિવાય ગૂગલ તે સંસ્થા સરકારી છે કે ખાનગી તેની પણ માહિતી આપશે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી સહિત 7 પ્રાદેશિક ભાષા સાથે આ ટૂલનો લાભ મેળવી શકાશે.
કેવી રીતે ટેસ્ટિંગ સેન્ટર્સની માહિતી મેળવશો?
- તમે ગૂગલ અસિસ્ટન્ટ, ગૂગલ સર્ચ અને ગૂગલ મેપ્સમાં ટેસ્ટિંગ સેન્ટરની માહિતી મેળવી શકશો.
- ગૂગલ સર્ચ અથવા મેપ્સમાં ‘Coronavirus testing’ અથવા ‘COVID testing’ ટાઈપ કરીને એન્ટર આપવાથી તમારી લોકેશનની આસપાસના તમામ ટેસ્ટિંગ સેન્ટર્સનું લિસ્ટ જોવા મળશે.
- ગૂગલ અસિસ્ટન્ટમાં ‘ટેસ્ટિંગ’ ટેબ પર ક્લિક કરી તેનો ઉપયોગ કરી શકાશે.
- આ સિવાય ગૂગલ કોરોના વાઈરસ અંગે જાણકારી, ન્યૂઝ, આંકડાઓની પણ માહિતી આપશે.
ગૂગલ હાલ 300 શહેરોમાં 700 ટેસ્ટિંગ સેન્ટર્સની માહિતી આપી રહ્યું છે. આ અગાઉ ગૂગલે કોરોનાવાઈરસને સંલગ્ન એક ફીચર લોન્ચ કર્યું હતું. તેની મદદથી યુઝરને જે જગ્યાએ ટ્રાવેલ કરવાનું છે કે પછી કોઈ લોકેશન પરથી ફૂડ ઓર્ડર કરવાનો છે તો, તે જગ્યાએ કોરોનાવાઈરસની કેવી પરિસ્થિતિ છે તે જાણી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Y09NeR
No comments:
Post a Comment