Monday, 15 June 2020

વર્ષ 2020ના અંત સુધીમાં ઓનલાઈન સેલિંગમાં સ્માર્ટફોનનો શેર 45% થશે, શાઓમી અને રિઅલ કંપનીઓ ટોપ પર રહેષે

ટેક રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટના એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2020ના અંત સુધીમાં ઓનલાઈન સેલિંગમાં સ્માર્ટફોનનો શેર 45% થઈ જશે. કોરોનાવાઈરસ મહામારીને લીધે સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખી લોકો ઓનલાઈન સ્માર્ટફોનની ખરીદી કરી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર, સેલિંગમાં ફ્લિપકાર્ટ પ્રથમ સ્થાને રહેશે અને એમેઝોનનાં ગ્રોથમાં વધારો થશે. ઓનલાઈન સ્માર્ટફોન સેલિંગમાં ચાઈનીઝ ટેક કંપની શાઓમી અવ્વલ નંબરે રહેશે અને રિઅલમી બીજા સ્થાને રહેશે.

વર્ષ 2020ના માર્ચ મહિના સુધીમાં કુલ ઓનલાઈન શિપિંગ માર્કેટમાંથી ફ્લિપકાર્ટે 50% શેર હાંસલ કર્યો છે. જોકે તેના યર ઓન યર ગ્રોથમાં 7%નો ઘટાડો થયો છે. જોકે આ સમયગાળામાં એમેઝોનના યર ઓન યર ગ્રોથમાં 3%નો વધારો થયો છે.

માર્ચના અંતમાં કોરોનાવાઈરસની અસર ઓછી

  • સિનિયર રિસર્ચ એનાલિસ્ટ પ્રાચિર સિંહના જણાવ્યા અનુસાર, કોરોનાવાઈરસની અસર માર્ચનાં અંત સુધીમાં ઓછી થઈ છે. ત્યારબાદ લોકડડાઉન લાગુ થયા બાદ સ્થિતિ ખરાબ થઈ છે, જેમાં સ્માર્ટફોન માર્કેટ પણ સામેલ છે.
  • તેને લીધે ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્લેટફોર્મ પર વેચાણના દરમાં ઘટાડો થયો છે. ઓનલાઈન ચેનલ પ્લેટફોર્મ પર 5%નો ઘટાડો આવ્યો અને ઓફલાઈન ચેનલ વેચાણમાં 19% ઘટાડો જોવા મળ્યો છે.પ્રાચિર સિંહના જણાવ્યા અનુસાર, ઓનલાઈ ચેનલોના માધ્યમમાં કુલ સેલિંગમાંથી 45% ઓનલાઈન છે.

શાઓમી અને રિઅલમી ટોચનાં સ્થાને રહેશે

  • વર્ષ 2020ના માર્ચ મહિના સુધીમાં શાઓમી ઓનલાઈન સેલિંગમાં 48% સાથે પ્રથમ નંબરે રહી છે અને રિઅલમી 18% શેર સાથે બીજા સ્થાન પર છે.
  • રિસર્ચ એનાલિસ્ટ શિલ્પી જૈનના જણાવ્યા અનુસાર, ફ્લિપકાર્ટ અને એમેઝોન બંને પ્લેટફોર્મમાં ઓનલાઈન સેલિંગમાં વધારાને લીધે બંને કંપનીઓ મજબૂત બની છે. પ્રાઈસ બ્રાન્ડમાં ફ્લિપકાર્ટ પર 10,000 રૂપિયાથી ઓછી કિંમતનાં 60% સ્માર્ટફોન વેચાયા છે,જ્યારે આ આંકડો એમેઝોનનો 80% છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
By the end of 2020, smartphones will account for 45% of online sales, with Xiaomi and Real leading the way.


from Divya Bhaskar https://ift.tt/2N3CfGq

No comments:

Post a Comment