ચાઈનીઝ મલ્ટિનેશનલ ઈન્ટરનેટ કંપની બાઈટડાન્સની માલિકીની શોર્ટ વીડિયો શેરિંગ એપ ‘Vigo Video’ એપ 31 ઓક્ટોબર બાદ ભારતમાં બંધ થઈ જશે. ઓછી પોપ્યુલારિટીને કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે. કંપનીએ યુઝર્સને એપનો ડેટા તેની ફેમસ શોર્ટ વીડિયો શેરિંગ એપ ટિકટોક પર ટ્રાન્સફર કરવા જણાવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, ગત મહિને એપના 1 લાખ એક્ટિવ યુઝર્સ હતા.
યુઝર્સે ‘Vigo Video’નો ડેટા ટિકટોક પર ટ્રાન્સફર કરવાનો રહેશે
કંપનીએ બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે, ભારતમાં 31 ઓક્ટોબર સુધી એપ કાર્યરત રહેશે. કંપનીએ યુઝર્સને તેમનો ડેટા ટિકટોક પર ટ્રાન્સફર કરવા જણાવ્યું છે. આ અગાઉ કંપનીએ બ્રાઝિલ અને મિડલ ઈસ્ટમાં પણ એપ પર રોક લગાવી છે.
યુઝર્સને ઈન એપ નોટિફિકેશન દ્વારા માહિતગાર કરાશે
કંપનીના જણાવ્યા અનુસાર, એપ બંધ થવાની સૂચના યુઝર્સને ઈનએપ નોટિફિકેશનનાં માધ્યમથી આપવામાં આવશે. સાથે જ પર્સનલ ડેટા ડાઉનલોડ અને અકાઉન્ટ ડિલીટ કરવા માટે પણ જાણ કરાશે.
કંપનીનું પ્રદર્શન ભારતમાં સારું રહ્યું નથી
ભારતમાં બાઈટડાન્સની ઘણી એપ કાર્યરત છે પરંતુ ‘Vigo Video’ એપ સારું પ્રદર્શન કરી શકી નથી. ભારતમાં આ એપનું લોન્ચિંગ વર્ષ 2017માં થયું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2AFtjnM
No comments:
Post a Comment