ચાઈનીઝ ટેક કંપની ઓપોએ તેની લેટેસ્ટ બેન્ડ સિરીઝ લોન્ચ કરી છે. તેમાં વેનિલા, ફેશન એડિશન અને ઈવા સામેલ છે. વેનિલા ઓપો બેન્ડમાં પ્લાસ્ટિક કેસિંગ જ્યારે ઓપો ફેશન બેન્ડ એડિશનમાં સ્ટેનલેસ બોડી સહિત TPU અન અલોય સ્ટ્રિપ મળે છે. તેમાં NFC (નિયર ફીલ્ડ કમ્યૂનિકેશન) સપોર્ટ પણ મળે છે. જ્યારે ઈવા એડિશનમાં યુનિક સ્ટ્રિપ આપવામાં આવી છે. તેની કિંમત ભારતીય ચલણ પ્રમાણે 3100 રૂપિયા છે.
કિંમત અને વેરિઅન્ટ
ઓપો વેનિલા બેન્ડની કિંમત 199 ચીની યુઆન આશરે 2,100 રૂપિયા છે અને તે બ્લેક અને પિંક કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. ઓપો બેન્ડ ફેશન એડિશનની કિંમત 249 ચીની યુઆન આશરે 2600 રૂપિયા છે. તેનાં બ્લેક અને ગોલ્ડ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ઈવા એડિશનની કિંમત 299 ચીની યુઆન આશરે 3100 રૂપિયા છે.
ઓપો વેનિલા, ફેશન અને ઈવા એડિશનનાં બેઝિક સ્પેસિફિકેશન
- આ નવી ઓપો બેન્ડ સિરીઝમાં 1.1 ઈંચની AMOLED ટચસ્ક્રીન ડિસ્પ્લે મળે છે, જે 2.5D કર્વ્ડ સાથે આવે છે.
- તેમાં 12 સ્પોર્ટ મોડ મળે છે, જેમાં આઉટડોર રન અને વોકિંગ, ઈનડોર સાઈકલિંગ, ઈનડોર રનિંગ, ફેટ લૉસ રનિંગ, ફ્રી ટ્રેનિંગ, બેડમિન્ટન, સ્વિમિંગ સહિતના મોડ સામેલ છે.
- આ સિરીઝના બેન્ડ ચાર્જિંગમાં 1.5 કલાકનો સમય લગાડે છે અને સિંગલ ચાર્જમાં તે 14 દિવસનું બેકઅપ આપે છે.
- તેમાં કનેક્ટિવિટી માટે બ્લુટૂથ 5.0 અને NFC સપોર્ટ મળે છે.
- આ નવી બેન્ડ સિરીઝમાં 5ATM વોટર રઝિસ્ટન્સ મળ્યું છે, જેનો અર્થ એ થાય છે કે તેનો ઉપયોગ 50 મીટર ઉંડા પાણીમાં થઈ શકે છે.
- હેલ્થ ફીચરમાં તેમાં ઓક્સીજન લેવલ અને હાર્ટ રેટ મોનિટરિંગ મળે છે.
- તેમાં વોકિંગ સ્ટેપ, કેલરી બર્ન અને સ્લીપ મોનિટર પણ મળે છે.
- તમામ બેન્ડ્સમાં કોલ, મેસેજ અને સોશિયલ મીડિયા નોટિફિકેશન મળે છે. સાથે જ મ્યૂઝિક કન્ટ્રોલ, વેધર, અલાર્મ અને ફાઈન્ડ માય ફોન ફીચર મળે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3h0QA40
No comments:
Post a Comment